News Continuous Bureau | Mumbai
Is Face Icing Good: ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ગરમી અને સૂર્યપ્રકાશ તમારા ચહેરાને સૌથી વધુ અસર કરે છે. આવી સ્થિતિમાં ત્વચાને ફ્રેશ રાખવા માટે લોકો બરફનો સૌથી વધુ ઉપયોગ કરે છે. ઘણાં બધા લોકોની દિનચર્યામાં સ્કિન કેર રૂટિનમાં ચહેરા પર આઈસ ક્યૂબ રબ કરવાનો સમાવેશ થાય છે. પણ શું એમ કરવું યોગ્ય છે? શું તે ખરેખર ચહેરાને ફ્રેશ રાખે છે કે તેને ઉનાળાની ઋતુમાં લગાવવું જોઈએ કે નહીં… આ વિશે આપણે હવે આ લેખમાં જાણીશું.
શું ઉનાળામાં આઇસક્યૂબનો ઉપયોગ કરવો યોગ્ય છે ?
બળતરા દૂર કરો
બ્યુટી એક્સપર્ટના મતે જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો અને તેના કારણે ચહેરા પર બળતરા અને લાલાશ થાય છે તો ચહેરા પર બરફ લગાવવાથી ફાયદો થઈ શકે છે. તેની કૂલિંગ ઈફેક્ટ ઈરિટેશન અને બર્નિંગને ઘટાડવામાં મદદ કરે છે.
એક્નેથી રાહત અપાવશે
ઉનાળાની ઋતુમાં ઓઇલી સ્કીનવાળા લોકોને એક્નેની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં એક્ને દૂર કરવા માટે બરફનો ઉપયોગ પણ કરી શકાય છે. આઇસ ક્યૂબ લગાવવાથી ત્વચા શાંત થાય છે. આ સાથે ઓઇલનું ઉત્પાદન પણ અટકી જાય છે. ઓપન પોર્સની સમસ્યા ઓછી થાય છે અને આ રીતે તે ખીલ પણ દૂર કરવા લાગે છે. વધુ ફાયદા માટે તમે ગુલાબ જળ, એલોવેરા, બીટરૂટમાંથી બનેલા આઇસ ક્યુબ પણ લગાવી શકો છો.
આ સમાચાર પણ વાંચો: 20 જૂનથી રીવરફ્રન્ટની નવી ઓળખ બનશે ફ્લોટિંગ રેસ્ટોરાં, સાંજે 8 વાગે શરુ થશે ડીનર, જાણો શું હશે ચાર્જ
ચહેરા પર આઈસ ક્યુબ લગાવવાથી ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. ત્વચામાં ઓક્સિજનનું સ્તર સુધારે છે. તમારી ત્વચા મુક્તપણે શ્વાસ લઈ શકે છે અને આમ તમારી ત્વચા ચમકદાર બને છે.
યંગ
તડકામાં રહેવાથી અને પરસેવાથી ત્વચા સ્કિન ડલ અને નિર્જીવ દેખાય છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા ચહેરા પર બરફ લગાવો છો, તો તમારા ચહેરા પર ફ્રેશનેસ આવશે. ડેડ સ્કિન સેલ્સ દૂર થશે અને તમે યંગ દેખાશો.
આઈસ ક્યૂબનો ઉપયોગ કેવી રીતે કરવો ?
ઉનાળામાં ચહેરા પર આઇસ ક્યુબ લગાવવાનો સૌથી સુરક્ષિત રસ્તો એ છે કે આઇસ ક્યુબને કોટનના કપડામાં લપેટી લો. હવે તેને ધીમે-ધીમે ચહેરા પર લગાવતા રહો. તમારે ચહેરા પર સીધો બરફ લગાવવાનું ટાળવું જોઈએ.