News Continuous Bureau | Mumbai
Skin care : મહિલાઓ પોતાની ખૂબ જ કાળજી રાખતી હોય છે. સમય સમય પર અલગ અલગ ટ્રીટમેન્ટ પણ લેતી હોય છે. ત્વચા માટે આજકાલ ઘણા બધા પ્રોડક્ટ નો યુઝ થતો હોય છે. અમુક વસ્તુઓ તમારી ત્વચાને ફાયદો(Benefits) કરે છે. ઘણી વસ્તુઓ તમારી ત્વચાને નુકસાન પણ કરે છે. નેચરલ વસ્તુઓનો ઉપયોગ ત્વચા માટે વધારે ફાયદાકારક હોય છે. હળદરનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. તેમાં ઘણા બધા ગુણો હોય છે. હળદરમાં એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે. હળદર નો ઉપયોગ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય લોટનો ઉપયોગ પણ ત્વચા માટે કરી શકાય છે. આનાં માટે તમારે લોટ અને હળદર નો ઉપયોગ કરીને એક ઉબટન બનાવવું જોઈએ. આ હોમમેડ રેમેડીનાં ઉપયોગથી તમારી ત્વચાને ઘણા બધા ફાયદા મળશે.
આ ખાસ ઉપાય માટે તમારે લોટ અને હળદરને(Turmeric) મિક્સ કરીને એક મિશ્રણ બનાવવું જોઈએ. હવે આ મિશ્રણને ચહેરા ઉપર લગાવો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરાને ધોઈ લો. જો તમે રેગ્યુલરલી આ નુસખાને અપનાવો છો તો તેનાથી ટૈનિંગની(Tanning) સમસ્યા દૂર થાય છે. તમારા ચહેરા ઉપર પ્રાકૃતિક નિખાર(Natural) આવે છે. આ સિવાય ચહેરા પરના એક્સ્ટ્રા ઓઇલ ને દૂર કરવા માટે પણ આ ઉપાય ઉપયોગી છે. આનાથી ચહેરા ઉપરની ખીલ અને પિમ્પલ્સને દૂર કરવામાં મદદ મળે છે. આ સિવાય તમારા ચહેરાના ડેડ સ્કિન સેલ્સને દૂર કરવા માટે પણ તમે આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. સ્ક્રબના રૂપે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તેનાથી બ્લેકહેડ્સ પણ દૂર થાય છે હ. જો તમે અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાય અપનાવો છો તો તેનાથી તમારા ચહેરા ઉપર ચમક આવે છે. સાથે જ ચહેરાને ડલનેસ દૂર થાય છે.
આ સમાચાર પણ વાંચો: Organic Farming : પ્રાકૃતિક ખેતીની કમાલ, માત્ર ૮૨ ગુંઠા જમીનમાં કેળાના ઉત્પાદન સાથે મૂલ્યવર્ધન કરીને વર્ષે દહાડે રૂા.૮ થી ૧૦ લાખની આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત