Site icon

Grey Hair: સમય પહેલા સફેદ થતા વાળથી પરેશાન છો? કલર નહીં, ઘર માં રહેલી આ વસ્તુઓ નું કરો સેવન

Grey Hair: 25 થી 35 વર્ષની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા હોય તો હેર કલર નહીં, આ નેચરલ ફૂડ્સથી મેળવો ઉકેલ

Troubled by Premature Grey Hair Eat These Foods Instead of Coloring

Troubled by Premature Grey Hair Eat These Foods Instead of Coloring

News Continuous Bureau | Mumbai

Grey Hair: આજકાલ યુવાનોમાં સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. 30ની ઉંમર નજીક આવતા ઘણા લોકોના વાળમાં સફેદ રંગ દેખાવા લાગે છે. આ સમસ્યાનું મુખ્ય કારણ શરીરમાં પોષણની કમી હોય શકે છે. હેર કલર કે કેમિકલ્સથી છુપાવવાને બદલે, આ ફૂડ્સને ડાયેટમાં સામેલ કરો અને નેચરલ રીતે વાળને કાળા બનાવો.

Join Our WhatsApp Community

કાળા તલ

દરરોજ 1-2 ચમચી કાળા તલ ચાવીને ખાવાથી વાળના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને કુદરતી મેલાનિન હોય છે. ખાસ કરીને કૉપર મેલાનિનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે, જે વાળને કાળા રાખવામાં સહાયક છે.

મીઠો લીમડો અને આમળા 

મીંઢા લીમડા માં આયર્ન, ફોલિક એસિડ અને બીટા કેરોટિન હોય છે. રોજ 2-3 પત્તા ચાવીને ખાવા કે પાણીમાં ઉકાળીને પીવાથી વાળના રંગમાં સુધારો થાય છે. આમળા વિટામિન Cથી ભરપૂર હોય છે અને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આમળા ખાવાથી વાળ મજબૂત અને કાળા રહે છે.

આ સમાચાર પણ વાંચો: Monsoon Skin Care :શું તમે ચોમાસામાં તૈલી ત્વચાથી પરેશાન છો? આ સરળ ટિપ્સ અપનાવીને મેળવો ચમકતી અને નિખરી ત્વચા!

તાંબાના વાસણમાં પાણી

દરરોજ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરમાંથી ટૉક્સિન્સ (Toxins) બહાર નીકળે છે અને કૉપર (Copper)નું સ્તર વધે છે. જે મેલાનિનના ઉત્પાદન માટે જરૂરી છે. આ સરળ ઉપાયથી વાળના રંગમાં નેચરલ સુધારો જોવા મળે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Chitrangda Singh Beauty Secret: 49 વર્ષની ઉંમરે પણ ચિત્રાંગદા સિંહ ની ચમકતી ત્વચા નું રહસ્ય છે આ 3 સામગ્રીથી બનેલી બ્યુટી પેસ્ટ
Almond oil : ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે બદામના તેલનો આ રીતે કરો ઉપયોગ, થશે અનેક ફાયદા..
Homemade Soap: ટેનિંગ ને દૂર કરવા ઘરે જ બનાવો સાબુ, જાણો સરળ રીત
Laser Hair Removal: શું લેસર હેર રિમૂવલથી વાળ હંમેશા માટે દૂર થાય છે? જાણો ફાયદા અને નુકસાન
Exit mobile version