Site icon

ચહેરા ઉપર ચમક લાવવા માટે આ રીતે કરો હળદર નો ઉપયોગ

જો તમે તમારા ચહેરા ઉપરના ડાઘ દૂર કરવા માંગતા હોવ તો હળદરનો આ રીતે ઉપયોગ કરો. તેના અન્ય ફાયદાઓ વિશે પણ જાણો.

Use turmeric like this to bring shine to the face

ચહેરા ઉપર ચમક લાવવા માટે આ રીતે કરો હળદર નો ઉપયોગ

News Continuous Bureau | Mumbai

 ચમકદાર અને ડાઘ વગરનો ચહેરો મહિલાઓને ખૂબ જ ગમતો હોય છે. મહિલાઓ પોતાની સ્કિન માટે ઘણા બધા પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. કેમિકલ યુક્ત પ્રોડક્ટર ના ઉપયોગથી ત્વચાને ઘણી વખત નુકસાન થાય છે. આ નુકસાનને કારણે ચહેરા ઉપર દાગ ધબ્બા પણ થઈ જાય છે.

Join Our WhatsApp Community

એટલા માટે ચહેરા ઉપર નેચરલ વસ્તુઓનો ઉપયોગ ફાયદાકારક હોય છે. હળદર નો ઉપયોગ દરેક રસોઈમાં થાય છે. એમાં ઘણા બધા અદભુત ગુણો હોય છે. જો તમે હળદરનો ઉપયોગ ત્વચા માટે કરશો તો એનાથી તમને વિશેષ ફાયદો મળશે. હળદરને શેકીને તેનો ઉપયોગ કરી શકાય છે. આવું કરવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે. આજે અમે સ્કીન માટે હળદરના ઉપયોગ વિશે બતાવીશું.

આ સમાચાર પણ વાંચો : શક્તિસિંહ ગોહિલ પર કોંગ્રેસે હાઈકમાન્ડે શું આ કારણે લોકસભા પહેલા ભરોસો મુક્યો

જો તમારા ચહેરા ઉપર પીમ્પલ્સની સમસ્યા હોય તો આના માટે તમે હળદર ને શેકીને તેની પેસ્ટ બનાવી શકો છો. આ પેસ્ટનો ઉપયોગ ચહેરા ઉપર કરી શકો છો. આવું કરવાથી પીમ્પલ્સ માટેના બેક્ટેરિયા મરી જાય છે અને તમને સુંદર ત્વચા મળે છે. હળદરમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે. જે પીમ્પલ્સને દૂર કરવા માટે ઉપયોગી હોય છે. જો તમારા ચહેરા ઉપર પીગમેન્ટેશન હોય તો તેને દૂર કરવા માટે પણ હળદરનો આ રીતે ઉપયોગ કરી શકાય છે. હળદરને શેકીને તેની પેસ્ટ બનાવી ચહેરા ઉપર લગાવવાથી ટૈનિંગને પણ દૂર કરી શકાય છે. 

તડકાને કારણે ચહેરા અને ગરદનના કાળાપાણા ને દૂર કરવા માટે પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદરના ઉપયોગથી તમારા ચહેરાની રંગત માં સુધારો થાય છે. આથી તમે પણ હળદર ને શેકીને તેનો ઉપયોગ જરૂર કરો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Jacqueline Fernandez Drink: પરફ્યુમ ભૂલી જશો! જેક્લિન ફર્નાન્ડિસનો ‘દેશી નુસખો’, આ ડ્રિંક પીવાથી તમે પણ રહેશો સુગંધિત
Vitamin E Cream: શિયાળામાં ચહેરાની સફેદ પપડી અને ડ્રાયનેસ માટે ઘરે જ બનાવો વિટામિન E ક્રીમ
Homemade Ubtan: ચમકતી ત્વચા નું રહસ્ય: મોંઘા ફેશિયલ નહીં, દાળ-ચોખાનું ઉબટન ટ્રાય કરો.
Oil for dry skin : શિયાળામાં ચહેરા પર લગાવો આ 4 તેલ, ત્વચા બનશે સુંદર અને મુલાયમ
Exit mobile version