News Continuous Bureau | Mumbai
Upper Lips Hair Removal: સુંદર દેખાવા માટે મહિલાઓ અનેક પ્રકારની બ્યુટી ટિપ્સ અપનાવે છે. ચહેરાના અનિચ્છનીય વાળ દૂર કરવા માટે અનેક ઉપચાર કરવામાં આવે છે. પુરુષોની જેમ સ્ત્રીઓને પણ ઉપરના હોઠ પર વાળ આવે છે, જે સરખામણીમાં ટૂંકા હોય છે. તેનાથી મહિલાઓની સુંદરતામાં ઘટાડો થાય છે.
ઉપલા હોઠ પરના અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવા માટે મહિલાઓ પાર્લરમાં જાય છે અને હેર રિમૂવલ ક્રીમ, થ્રેડિંગ, બ્લીચ, વેક્સિંગ અથવા અન્ય ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જો કે આ કોઈ કાયમી પદ્ધતિ નથી, પરંતુ થોડા દિવસો બાદ ફરીથી ચહેરા પર વાળ દેખાવા લાગે છે. ઘણી વખત મહિલાઓની વ્યસ્તતાને કારણે તેમને પાર્લરમાં જવાનો સમય નથી મળતો. આવી સ્થિતિમાં, તમે ઘરે જ સરળતાથી ઉપલા હોઠના વાળ દૂર કરી શકો છો.
ઉપરના હોઠના વાળથી છુટકારો મેળવવા માટે અહીં કેટલાક ઘરેલું ઉપાયો આપ્યા છે. રસોડામાં વપરાતી વસ્તુઓથી ઉપલા હોઠના વાળથી છુટકારો મેળવી શકે છે.
બટાકાનો રસ
ચહેરાની(Face) સુંદરતામાં વણજોઈતા વાળ(Unwanted hair)ને રોકવા માટે બટાકાના રસનો બ્લીચિંગ ક્રીમ તરીકે ઉપયોગ કરો. બટાકાને કાપીને મિક્સરમાં પીસી લો. આ પેસ્ટને કપડામાં નાંખો અને રસ કાઢવા માટે તેને સારી રીતે નીચોવી લો. રાત્રે સૂતા પહેલા બટેટાનો રસ લગાવો અને આખી રાત રહેવા દો. સવારે ચહેરો ધોઈ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત રિપીટ કરો.
લોટ, હળદર અને દૂધ
અનિચ્છનીય વાળ દૂર કરવા માટે, એક ચમચી ઘઉંનો લોટ, એક ચમચી કાચું દૂધ અને એક ચપટી હળદર મિક્સ કરીને ઉકાળો. તેને ઉપલા હોઠ પર લગાવો અને તેને સુકાવા દો. બાદમાં પાણીથી ધોઈ લો. આ પેકને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર રિપીટ કરો.
દૂધ અને હળદર
દૂધ અને હળદર ખૂબ જ ઉપયોગી છે. એક ચમચી દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ઉપરના હોઠ પર લગાવો અને તેને સુકાવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ અઠવાડિયામાં ત્રણ વખત કરો. જેના કારણે હોઠના ઉપરના ભાગમાં વાળ દેખાતા નથી અને ત્વચા સ્વચ્છ અને ચમકદાર દેખાવા લાગે છે.
ખાંડ
ઉપરના હોઠ પરથી વાળ દૂર કરવા માટે ખાંડનો ઉપયોગ કરી શકાય છે. એક કડાઈમાં એક ચમચી ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. હવે તેને ઉપરના હોઠ પર લગાવો. ધ્યાન રાખો કે તે વધારે ગરમ ન થાય. ખાંડની પેસ્ટને ઉપરના હોઠ પર 15 મિનિટ સુધી સૂકવવા દો, પછી તેને પાણીથી ધોઈ લો. તમે તેને દર બીજા દિવસે લાગુ કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો: Indian Railway: રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, હવે માત્ર 20 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન, આ શહેરથી થયો પ્રારંભ..