Face Wash with Cold Water: મોંઘા ફેસવોશ છોડો અને અપનાવો આ સરળ ઘરેલુ ઉપાય, જે ત્વચાને આપે છે તાજગી અને આરામ

Face Wash with Cold Water: ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ત્વચા ફ્રેશ, પોર ટાઈટ અને નેચરલ ગ્લો મળે છે

by Zalak Parikh
Wash Your Face with Cold Water Daily for Fresh and Glowing Skin

News Continuous Bureau | Mumbai

Face Wash with Cold Water: ફ્રિજના ઠંડા પાણીથી ચહેરો ધોવો એ એક સરળ અને અસરકારક ઉપાય છે, જે ત્વચાને તરત જ તાજગી અને નેચરલ ગ્લો આપે છે. ખાસ કરીને ગરમી અને ભેજવાળા દિવસોમાં, જ્યારે ત્વચા થાકી જાય છે, ત્યારે આ ઉપાય ત્વચાને ઠંડક અને આરામ આપે છે. ઠંડા પાણીથી ચહેરો ધોવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, પોર ટાઈટ થાય છે અને પફિનેસ ઘટે છે.

ઠંડા પાણીથી ચહેરો ધોવાના ફાયદા

  • ત્વચાને તરત જ જગાડે છે
  • પોર ટાઈટ કરે છે, ખાસ કરીને ઓઈલી સ્કિન માટે
  • પફિનેસ ઘટાડે છે, આંખો અને ચહેરાની સોજા માટે
  • નેચરલ ગ્લો આપે છે, બ્લડ સર્ક્યુલેશન સુધારવાથી
  • આખો દિવસ ત્વચા તાજી રહે છે, ધૂળ અને પ્રદૂષણથી બચાવે છે

સાચી રીત શું છે?

  • ફ્રિજમાંથી સીધું પાણી લો, બરફવાળું ખૂબ ઠંડું પાણી ટાળો
  • ચહેરા પર હળવો મસાજ કરો
  • સવારે, બપોરે કે સાંજના સમયે પણ ઉપયોગ કરી શકો
  • ચહેરાને રગડીને નહીં, હળવા ટુવાલ થી  થપથપાવીને સુકવો

આ સમાચાર પણ વાંચો : Korean Skin Care: કોરિયન છોકરીઓ જેવી ગ્લાસ ત્વચા મેળવવા માંગો છો? તો કોફીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થશે ફાયદો

કોના માટે વધુ ફાયદાકારક?

  • જેમની ત્વચા ઓઈલી હોય
  • જેમને ગરમીમાં પસીનો વધુ આવે
  • જે નેચરલ રીતે ત્વચા પર ગ્લો અને તાજગી ઈચ્છે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More