News Continuous Bureau | Mumbai
Pushya Nakshatra: દિવાળીના ( Diwali ) તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિવાળી પહેલા શનિવાર એટલે કે 4 નવેમ્બર અને રવિવાર, 5 નવેમ્બરે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ ( rare coincidence ) બની રહ્યો છે. આ દુર્લભ સંયોગમાં બંને દિવસે 8 શુભ યોગ છે. છેલ્લા 400 વર્ષમાં શનિ અને રવિ પુષ્ય સાથે અષ્ટ મહાયોગનો ( Ashta Mahayoga ) આવો દુર્લભ સંયોગ બન્યો નથી. દિવાળી પહેલા શુભ કાર્યો શરૂ કરવા માટે આ બે દિવસ ખૂબ જ શુભ અને મહત્ત્વપૂર્ણ રહેશે. 4 અને 5 નવેમ્બર બે દિવસ એવા હશે જ્યારે 16 શુભ સંયોગનું નિર્માણ થશે.
4 અને 5 નવેમ્બર ખરીદી, રોકાણ ( investment ) માટે શુભ
જ્યોતિષશાસ્ત્ર મુજબ, 4 અને 5 નવેમ્બરે 8 શુભ સંયોગ બની રહ્યા છે. ત્યારે 4 નવેમ્બરે પુષ્ય નક્ષત્રની સાથે લક્ષ્મી, મિત્ર, શંખ, શશ, સરલ, હર્ષ, સાધ્ય અને ગજકેસરી યોગ રહેશે. જ્યારે 5 નવેમ્બરે રવિ પુષ્ય યોગ, ગજકેસરી યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ, શુભ, સરલ, અમલા, શ્રીવત્સ, વશી યોગની રચના થઈ રહી છે. આ શુભ યોગોની સાથે પુષ્ય નક્ષત્ર પણ છે. આ શુભ સંયોગોમાં કરેલી ખરીદી અને પ્રોપર્ટીમાં રોકાણ લાભ આપી શકે છે.
400 વર્ષે 8-8 શુભયોગ
શનિવારે સવારે 8 વાગ્યાથી પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જે રવિવારે સવારે 10 વાગ્યા સુધી રહેશે. આ કારણથી શનિ અને રવિવારે પુષ્ય નક્ષત્ર દરમિયાન કરેલી ખરીદી અને રોકાણ શુભ માનવામાં આવે છે. આ દિવસે વાહનોની ખરીદી, કપડાં, જ્વેલરી, નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા, અન્ય વસ્તુઓની ખરીદવાથી લાભ મળવાની પ્રબળ શક્યતાઓ હોય છે. ઘરગથ્થુ અને ઓફિસ ઉપયોગ માટેની વસ્તુઓ ખરીદવી પણ શુભ મનાય છે. પુષ્ય નક્ષત્રમાં સોનું-ચાંદી ખરીદવાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. ઉપરાંત, જમીન, સંપત્તિમાં રોકાણ પણ કરી શકાય છે.
આ સમાચાર પણ વાંચોઃ Amit Shah: છત્તીસગઢમાં અમિત શાહે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો ‘મોદીની ગેરંટી’, કહ્યું- પાંચ વર્ષમાં અમે રાજ્યની તસવીર બદલીશું…!
(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
