News Continuous Bureau | Mumbai
Chhath Puja છઠ પૂજાનો સીધો સંબંધ સૂર્યદેવ સાથે છે. આ પર્વમાં લોકો સૂર્યદેવની આરાધના કરે છે. હિંદુ ધર્મમાં આ પર્વનું વિશેષ મહત્વ છે. ચાર દિવસ સુધી ચાલતા છઠ વ્રતની શરૂઆત આજે એટલે કે 25મી ઓક્ટોબરથી નહાય ખાય સાથે થઈ રહી છે. આ દરમિયાન ઘણા કઠિન નિયમોનું પાલન કરવું પડે છે. મુખ્યત્વે આ પર્વ બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દેશના ખૂણે-ખૂણે અને વિદેશોમાં પણ તેની ધૂમ જોવા મળે છે. છઠ પર્વના પહેલા દિવસે જાણો કે આ ચાર દિવસીય વ્રત દરમિયાન કઈ કઈ બાબતો ન કરવી જોઈએ:
આ સમાચાર પણ વાંચો : Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
છઠ પૂજા દરમિયાન ન કરવા જેવી ભૂલો
અર્ઘ્ય વિના ભોજન નહીં: જે મહિલાઓ વ્રત રાખે છે, તેઓ સૂર્ય ભગવાનને અર્ઘ્ય (જળ) આપ્યા વિના કંઈપણ ખાય નહીં. સાથે જ, તેમણે જમીન પર જ સૂવું જોઈએ.
ધાતુના વાસણો ટાળો: પૂજા દરમિયાન કોઈપણ પ્રકારના ધાતુના વાસણોનો ઉપયોગ ન કરવો. છઠ પૂજામાં માત્ર માટીના ચૂલા અને માટીના વાસણોનો જ ઉપયોગ કરવો યોગ્ય છે. ચાંદી, સ્ટીલ, પિત્તળ કે પ્લાસ્ટિકના વાસણોથી દૂર રહો.
પ્રસાદને એઠું ન કરો: છઠ પૂજા માટે તૈયાર થતા પ્રસાદને એઠું ન કરવું. પ્રસાદ બનાવતા પહેલા અને બનાવતી વખતે કંઈપણ ખાવું નહીં.
સફાઈનું ધ્યાન રાખો: છઠ પૂજામાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પોતાને પણ સ્વચ્છ રાખો અને તમારી આસપાસ પણ ગંદકી ન થવા દો. પૂજા સાથે જોડાયેલી કોઈપણ વસ્તુને સ્વચ્છ હાથથી જ સ્પર્શ કરવો.
તાંમસિક આહારથી દૂર રહો: પૂજા દરમિયાન માત્ર સાત્વિક આહાર જ લેવો. માંસ, લસણ અને ડુંગળી જેવા તાંમસિક આહારથી દૂર રહેવું.
પૂજા સ્થળે ભોજન ન કરો: જ્યાં તમે પ્રસાદની તૈયારી કરો છો અથવા પ્રસાદ બનાવો છો, ત્યાં ક્યારેય ભોજન ન કરવું. આ જગ્યાને હંમેશા સાફ રાખવી.
અપશબ્દો ન બોલો: જે લોકો વ્રત રાખે છે, તે લોકોએ અપશબ્દો ન બોલવા. શાંત રહેવું અને શાંત મનથી જ પૂજા-અર્ચના કરવી.