News Continuous Bureau | Mumbai
Dev Uthani Ekadashi 2023: હિંદુ ધર્મમાં દેવઉઠી એકાદશી (Dev Uthani Ekadashi) નું ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી એકાદશી ઊજવવામાં આવે છે. આ એકાદશી 24 એકાદશીઓમાંની એક સૌથી મહત્ત્વપૂર્ણ એકાદશી છે. શાસ્ત્રોમાં આ દિવસને સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુ (Lord vishnu) ની પૂજા માટે સમર્પિત છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 23 નવેમ્બર, 2023ના રોજ ઊજવવામાં આવશે.
તારીખ અને પૂજાનો સમય:
એકાદશી તિથિ 22 નવેમ્બર, 2023ના રોજ રાત્રે 11:03 વાગ્યે શરૂ થાય છે અને 23 નવેમ્બર, 2023ના રોજ રાત્રે 09:01 વાગ્યે સમાપ્ત થાય છે. પૂજાનો સમય સવારે 06:50થી 08:09 અને પારણાનો સમય 24 નવેમ્બર, 2023ના રોજ સવારે 06:51થી 08:57 સુધી રહેશે.
દેવઉઠી એકાદશીનું મહત્ત્વ
હિંદુ ધર્મમાં દેવઉઠી એકાદશીને સૌથી પવિત્ર અને મહત્ત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે. તેને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શુભ દિવસે, ભક્તો ભગવાન વિષ્ણુની ભક્તિભાવ સાથે પૂજા (Puja) કરે છે અને ઉપવાસ રાખે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, કારતક મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી જાગશે, જેને ચાતુર્માસ (Chaturmas) તરીકે ઓળખવામાં આવે છે. તેમ જ આ દિવસથી જ તમામ શુભ કાર્યોની શરૂઆત પણ થશે.
આ સમાચાર પણ વાંચો : Glowing Skin : હળદરમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને બનાવો ફેસ પેક, સરળતાથી દૂર થઇ જશે દાગ-ધબ્બા…
(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
