Site icon

Devshayani Ekadashi 2024: આવતીકાલે છે દેવશયની એકાદશી, ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે નિદ્રાકાળમાં જશે અને થશે ચાતુર્માસનો આરંભ; જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ..

Devshayani Ekadashi 2024: દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતાની સાથે જ ચાતુર્માસ શરૂ થાય છે અને શુભ કાર્યો બંધ થઈ જાય છે.

Devshayani Ekadashi 2024 Date, Parana Time, Puja vidhi, Fasting Rules and Significance

Devshayani Ekadashi 2024 Date, Parana Time, Puja vidhi, Fasting Rules and Significance

News Continuous Bureau | Mumbai

Devshayani Ekadashi 2024:  દેવશયની એકાદશી ( Devshayani Ekadashi ) એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ઉપવાસ છે, જે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના રોજ મનાવવામાં આવે છે.  દેવશયની એકાદશીને દેવપોઢી ( Devpodhi ekadashi date ) કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ ( Vishnu shaynotsav ) મનાવવામાં આવે છે. આ વખતે દેવશયની એકાદશીનું વ્રત 17 જુલાઇને બુધવારના રોજ રાખવામાં આવશે અને ચાતુર્માસ પણ આ દિવસથી શરૂ થશે. 

Join Our WhatsApp Community

Devshayani Ekadashi 2024: શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર અષાઢ શુક્લની એકાદશી તિથિ 16મી જુલાઈના રોજ રાત્રે 08:33 વાગ્યાથી શરૂ થશે અને 17મી જુલાઈ 2024ના રોજ રાત્રે 09:02 વાગ્યે સમાપ્ત થશે. એટલે ઉદયતિથિ અનુસાર દેવશયની એકાદશીનું વ્રત 17મી જુલાઈના રોજ રાખવામાં આવશે. 

પ્રચલિત કથાઓ મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુ ( Lord vishnu ) સાગરમાં શયન કરે છે, જે મુજબ ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી પોઢી ( Lord vishnu sleeping ) જાય છે અને કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશીએ જાગે છે. આ ચાર મહિનાઓને ‘ચાતુર્માસ’ કહેવામાં આવે છે, જેમાં લગ્ન, ગૃહસ્કાર વગેરે જેવા શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે.

Devshayani Ekadashi 2024: ભગવાન વિષ્ણુ આખા ચાર મહિના યોગ નિદ્રામાં જાય છે. 

બ્રહ્માંડના નિયંત્રક અને પાલનકર્તા ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે. આવી સ્થિતિમાં દેવશયની એકાદશી પછી ભગવાન વિષ્ણુ આખા ચાર મહિના યોગ નિદ્રામાં જાય છે.  એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ સૂઈ ગયા પછી, ભગવાન શિવ ( Lord shiva ) બ્રહ્માંડ ચલાવવાની જવાબદારી લે છે, તેથી ચાતુર્માસ ( Chaturmas ) ના ચાર મહિનામાં ભગવાન શિવની પૂજા વિશેષ ફળદાયી છે. 

Devshayani Ekadashi 2024:દેવશયની એકાદશીનું મહત્વ

દેવશયની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ ધન, આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. આ દિવસે ઉપવાસ અને ઉપાસના કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી ખાસ કરીને શનિ ગ્રહના અશુભ પ્રભાવથી રાહત મળે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો : દશાનનનું નામ રાવણ કેવી રીતે પડ્યું, ભગવાન શિવની સ્તુતિથી શું આશીર્વાદ મળ્યા.. જાણો વિગતે…

Devshayani Ekadashi 2024:પૂજા વિધિ

સ્નાન અને સંકલ્પ – વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લો.

મંદિરની સજાવટ- ઘરના મંદિરને સાફ કરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને ગંગા જળથી સ્નાન કરાવો બાદમાં પીળા વસ્ત્રો પહેરાવો અને સુંદર ફૂલોથી સજાવો.

પૂજા સામગ્રી- પૂજા માટે ચંદન, તુલસીના પાન, અક્ષત, ધૂપ, દીપક, નૈવેદ્ય, પંચામૃત, ફળ અને પીળા ફૂલનો ઉપયોગ કરો.

પૂજા વિધિ- ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે દીવો પ્રગટાવો અને ધૂપ, દીવો, ચંદન, ફૂલ વગેરે ચઢાવો. ભગવાન વિષ્ણુને નૈવેદ્ય તરીકે પંચામૃત અને ફળ અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્રનામ અથવા વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Shiva Mahapuran Katha: મુંબઈ ના કાંદિવલી પશ્ચિમ માં શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન: 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી
Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Sankashti Chaturthi: આજે છે ગણાધિપ સંકષ્ટી ચતુર્થી: ગણેશજીને પ્રસન્ન કરવા માટે આ શુભ સમયે કરો પૂજા અને વ્રત.
Kartik Purnima Lamp: કાર્તિક પૂર્ણિમા ૨૦૨૫: ૩૬૫ વાટનો દીવો કઈ રીતે પ્રગટાવશો? જાણો શુભ સમય અને યોગ્ય વિધિ, થશે પુણ્યની પ્રાપ્તિ.
Exit mobile version