News Continuous Bureau | Mumbai
Diwali 2023 : દિવાળી એ દીપોત્સવ નો 5 દિવસનો તહેવાર છે. દીપાવલી ની તૈયારીઓ દેશભરમાં જોવા મળી રહી છે, ત્યારે જગ પ્રસિદ્ધ દ્વારકાધીશના જગત મંદિર ખાતે દિપોત્સવ ઉત્સવની ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દીપોત્સવ પર્વ પૂર્વે જગતના તાતના મંદિરને અલગ-અલગ લાઇટથી શણગારવામાં આવ્યું છે. આ શણગારાયેલું મંદિર રાતના સમયે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
જુઓ સુંદર નજારો
श्री द्वारकाधीश मंदिर द्वारका दीपावली उत्सव की पूर्व तैयारियां 🙏🏻🛕🚩 pic.twitter.com/Xmm2VuTkTV
— Shree Dwarkadhish Jagad Mandir Dwarka (@DwarkaOfficial) November 9, 2023
કલાત્મક સુશોભિત જગત મંદિર દ્વારકા આસપાસ 10 કિમીની ત્રિજ્યાથી ઝળહળતું જોવા મળી રહ્યું છે. દિપાવલી પર્વ પર મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા ઠાકોરજી સંગ નવા વર્ષની ઉજવણી કરશે. દ્વારકાધીશ જગત મંદિર પર દિપાવલી ઉત્સવ દરમિયાન દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે તેવી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચોઃ Sugar Price: વૈશ્વિક બજારમાં 12 વર્ષની ટોચે પહોંચ્યા ખાંડના ભાવ! શું ભારતમાં પણ વધશે ભાવ?
