News Continuous Bureau | Mumbai
Navratri 2023: નવરાત્રિના પાંચમા દિવસે(Day 5) મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કન્દમાતાનો(Skandmata) અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે (સ્કંદ = કાર્તિકેય[૧]). કાર્તિકેય કે કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને “પદ્માસના દેવી” પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે. ચાલો જાણીએ નવરાત્રિની પાંચમી દેવીના સ્કંદમાતા સ્વરૂપની પૂજા કેવી રીતે કરવી, પૂજા કરવાની પદ્ધતિ (પૂજાવિધિ), મંત્ર(mantra) અને માતાને શું ચઢાવવું જોઈએ…
માતા સ્કંદમાતાને આ ભોગ અર્પણ કરો.
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાને કેળા અને કેળામાંથી બનાવેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. તમે કેળાની ખીર બનાવીને દેવીને અર્પણ કરી શકો છો.
કેળાનો હલવો રેસીપી
પાંચ કેળાની છાલ કાઢીને એક ઇંચના ટુકડા કરી લો. એક તપેલીને ગેસ પર રાખો અને તેમાં એક કપ ઘી ઉમેરીને ગરમ કરો. ઘીમાં સમારેલા અને છૂંદેલા કેળા ઉમેરો. થોડી વાર શેકી લો અને એક કપ ખાંડ ઉમેરો. હવે તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. ગેસ પરથી ઉતાર્યા બાદ તેમાં એલચી પાવડર ઉમેરો.
આ સમાચાર પણ વાંચો : Hair Care : આ પાંદડા પાતળા વાળને બનાવે છે જાડા અને લાંબા, જાણો તેનું નામ અને ઉપયોગ..
મા સ્કંદમાતા પૂજા વિધિ
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવા માટે સવારે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરો. પૂજા માટે, તમારા હાથમાં લાલ ફૂલો સાથે દેવી સ્કંદમાતાને સ્મરણ કરો. અક્ષત, ધૂપ, સુગંધ, ફૂલ, બતાશા, સોપારી, લવિંગ દેવીને અર્પણ કરો. માતાની આરતી કરો, શંખ ફૂંકો અને મંત્રોનો જાપ કરો.
મા સ્કંદમાતાની પૂજા નિમ્ન લિખિત મંત્રથી આરંભ કરવી જોઈએ. સ્કંદમાતાની પૂજામાં ઘનુષ બાણ અર્પિત કરવાનું મહત્વ છે. તેમને સુહાગનો સામાન જેમકે લાલ ચુંદડી, સિંદૂર, નેલપોલિશ, ચાંદલો, મહેંદી, લાલ બંગડી, લિપસ્ટિક અર્પણ કરવાનું મહત્વ છે. નવરાત્રિના પાંચમા દિવસે લાલ વસ્ત્રમાં માતાને આ દરેક સામગ્રી લાલ ફૂલ અને ચોખા સાથે અર્પણ કરવી જોઈએ. મા સ્કંદમાતાની પૂજા કરવાથી મહિલાઓના સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિની શક્યતા વધી જાય છે.
या देवी सर्वभूतेषु मां स्कंदमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
માતા સ્કંદમાતાનો મંત્ર જાપ
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया |
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी ||