Site icon News Continuous Bureau | Mumbai

March 19, 2026: ૧૯ માર્ચે તહેવારોની હારમાળા! ગુડી પડવા, નવરાત્રી અને નૂતન વર્ષ એકસાથે; જાણો ૧૯ માર્ચનું વિશેષ મહત્વ.

આસ્થા અને આધ્યાત્મનો અનોખો સંગમ: ૧૯ માર્ચના રોજ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ અને અયોધ્યા રામ મંદિરમાં ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના; જ્યોતિષીય દ્રષ્ટિએ મીન રાશિમાં રચાશે ચતુર્ગ્રહી યોગ.

March 19, 2026 A Day of 'Maha Sanyog'; Chaitra Navratri, Hindu New Year, and Gudi Padwa Coincide with Rare Planetary Alignments

March 19, 2026 A Day of 'Maha Sanyog'; Chaitra Navratri, Hindu New Year, and Gudi Padwa Coincide with Rare Planetary Alignments

News Continuous Bureau | Mumbai

 ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરુવારનો દિવસ ભારતીય સંસ્કૃતિ માટે અત્યંત વિશેષ રહેવાનો છે. આ દિવસે વિક્રમ સંવત ૨૦૮૩ (હિન્દુ નવવર્ષ) નો પ્રારંભ થશે. જ્યોતિષીઓના મતે આ દિવસે ગ્રહોની સ્થિતિ અને તહેવારોનું મિશ્રણ એક એવો ‘સુપર સંયોગ’ બનાવી રહ્યું છે જે વર્ષોમાં એકાદ વાર જ જોવા મળે છે.

Join Our WhatsApp Channel

૧૯ માર્ચના રોજ ઉજવવામાં આવનારા મુખ્ય પર્વો અને તેનું મહત્વ નીચે મુજબ છે:

૧. ચૈત્ર નવરાત્રી અને ઘટસ્થાપના- ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રીનો પ્રારંભ થશે. આ દિવસે ઘરે-ઘરે કળશ સ્થાપના (ઘટસ્થાપના) સાથે આદ્યશક્તિની આરાધના શરૂ થશે. શ્રદ્ધાળુઓ નવ દિવસ સુધી માતાજીના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરશે.
૨. હિન્દુ નવવર્ષ – વિક્રમ સંવત ૨૦૮૩- આ દિવસથી જ હિન્દુ નવવર્ષ એટલે કે ‘નવ સંવત્સર’ શરૂ થાય છે. આ વર્ષે નવા વર્ષના રાજા ગુરુ (બૃહસ્પતિ) રહેશે, જે સુખ-સમૃદ્ધિ અને ઉત્પાદનમાં વધારો કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Global Eyes on PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગમાં પીએમ મોદી ‘ગેમ ચેન્જર’! ભારતની મધ્યસ્થી પર ટકી દુનિયાની નજર, જાણો કેવી રીતે ટળશે આફત
૩. ગુડી પડવા અને ઉગાડી- મહારાષ્ટ્રમાં આ દિવસે વિજય અને સમૃદ્ધિના પ્રતીક તરીકે ‘ગુડી’ લહેરાવીને નૂતન વર્ષની ઉજવણી કરાશે. દક્ષિણ ભારતમાં આ પર્વને ‘ઉગાડી’ તરીકે ઉજવવામાં આવે છે, જે તેલુગુ નવવર્ષનો પ્રારંભ ગણાય છે.
૪. અયોધ્યામાં શ્રી રામ યંત્રની સ્થાપના – સનાતન ધર્મ માટે આ દિવસ એટલે પણ ખાસ છે કારણ કે ૧૯ માર્ચના રોજ અયોધ્યા રામ મંદિરના ત્રીજા માળે વૈદિક મંત્રોચ્ચાર સાથે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કરવામાં આવશે.
૫. જ્યોતિષીય ‘મહાસંયોગ’ અને ચાંદ રાત -જ્યોતિષ મુજબ, ૧૯ માર્ચે મીન રાશિમાં શનિ, સૂર્ય, શુક્ર અને ચંદ્રનો ચતુર્ગ્રહી યોગ રચાશે. આ સાથે જ મુસ્લિમ બિરાદરો માટે પણ આ દિવસ મહત્વનો છે, કારણ કે જો ૧૯મીએ ‘શવ્વાલ’નો ચાંદ દેખાય તો ૨૦ માર્ચે ઈદ મનાવવામાં આવશે.

 

Radha Ashtami 2026 Puja Muhurat રાધા અષ્ટમી પૂજા મુહૂર્ત રાધારાણીની આરાધના માટે મધ્યાહ્ન કાળ સર્વશ્રેષ્ઠ, જાણો ચોક્કસ સમય અને પૂજાવિધિ
Radha Ashtami 2026 Date Confusion રાધા અષ્ટમી ૨૦૨૬ ક્યારે? આજે કે કાલે બરસાના અને વૃંદાવનમાં ક્યારે ઉજવાશે રાધારાણીનો જન્મોત્સવ? જાણો
Pitru Paksha 2026 ૨૬ સપ્ટેમ્બરથી પિતૃપક્ષનો પ્રારંભ, જાણો ૧૬ દિવસનું શ્રાદ્ધ અને તર્પણ તિથિ કેલેન્ડર
Brahmasthan In House Vastu Rules ઘરમાં કઈ જગ્યાએ હોય છે ‘બ્રહ્મસ્થાન’ અને શું છે તેનું મહત્વ? જાણો આ કેન્દ્રમાં કઈ ભૂલો ન કરવી જોઈએ
Exit mobile version