Numerology Money Code Secret। જન્મતારીખમાં છુપાયેલું છે અઢળક પૈસા કમાવવાનું રહસ્ય! 10 સેકન્ડમાં જાણો તમારો પર્સનલ ‘મની કોડ’

Numerology Money Code Secret। મૂલાંક દ્વારા જાણો કયા ક્ષેત્રમાં મળશે અપાર સફળતા અંકશાસ્ત્રના આધારે તમારી બર્થ ડેટ જણાવશે કે તમારી પાસે પૈસા ક્યારે અને કેવી રીતે આવશે.

by Janvi Soni
Numerology Money Code Secret। જન્મતારીખમાં છુપાયેલું છે અઢળક પૈસા કમાવવાનું રહસ્ય! 10 સેકન્ડમાં જાણો તમારો પર્સનલ 'મની કોડ'

 

News Continuous Bureau | Mumbai

Numerology Money Code Secret। દરેક વ્યક્તિની જન્મતારીખ તેના જીવનના અનેક રહસ્યો ખોલે છે, જેમાં આર્થિક સફળતાનો પણ સમાવેશ થાય છે. અંકશાસ્ત્ર (Numerology) મુજબ, તમારો મૂલાંક એ તમારો ‘મની કોડ’ છે, જે દર્શાવે છે કે તમારા નસીબમાં પૈસા કઈ રીતે આવશે. જો તમારી જન્મતારીખ 15 હોય, તો તમારો મૂલાંક 1+5=6 થશે. આ રીતે 1 થી 9 મૂલાંક ધરાવતા લોકો માટે પૈસા ખેંચવાનો અલગઅલગ મની કોડ હોય છે.

મૂલાંક 1, 2 અને 3 માટે ધન પ્રાપ્તિના માર્ગો

મૂલાંક 1 ધરાવતા લોકોમાં નેતૃત્વના અદ્ભુત ગુણો હોય છે. તેઓ બિઝનેસ, રાજકારણ કે સરકારી નોકરીમાં વધુ સફળ થાય છે. જો તેઓ બીજાના હાથ નીચે કામ કરે તો પ્રગતિ અટકી શકે છે. મૂલાંક 2 ના લોકો ભાગીદારી (Partnership) અને નેટવર્કિંગમાં સફળ થાય છે, જ્યારે મૂલાંક 3 ધરાવતા લોકો શિક્ષણ, મીડિયા અને ક્રિએટિવ ક્ષેત્રમાં પોતાની વાણીના જોરે ખૂબ જ ધન કમાય છે.

મૂલાંક 4, 5 અને 6 નો સિક્રેટ મની કોડ

મૂલાંક 4 ના જાતકો ટેકનિકલ ક્ષેત્રમાં સફળ થાય છે, પરંતુ શોર્ટકટ અપનાવવાથી તેમને નુકસાન થઈ શકે છે. મૂલાંક 5 ના લોકો બિઝનેસ, ટ્રેડિંગ અને ઓનલાઇન કામ દ્વારા અઢળક પૈસા કમાય છે, પરંતુ માત્ર યોજનાઓ બનાવવાથી કામ ચાલતું નથી. મૂલાંક 6 ના લોકો ફેશન, બ્યુટી અને ગ્લેમરની દુનિયામાં સફળ થાય છે, જોકે મોજશોખમાં પૈસા ગુમાવવાની શક્યતા પણ રહેલી છે.

મૂલાંક 7, 8 અને 9: મહેનત અને સફળતા

મૂલાંક 7 ના લોકો રિસર્ચ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં સફળ થાય છે. મૂલાંક 8 ના લોકો કઠોર પરિશ્રમ બાદ ખૂબ જ ધનવાન બને છે અને તેમની સંપત્તિ કાયમી રહે છે. મૂલાંક 9 ના લોકો રોકાણ અને સ્પોર્ટ્સમાં સફળ થાય છે, પરંતુ ઉતાવળ અને ગુસ્સો તેમને આર્થિક નુકસાન કરાવી શકે છે. કુલ મળીને મૂલાંક 1, 5 અને 8 નો મની કોડ સૌથી મજબૂત માનવામાં આવે છે, જેમાં મૂલાંક 8 વાળા લાંબા ગાળે સૌથી વધુ ધનવાન બને છે.

👉 આ સમાચાર વાચો:
Hair Care Tips। નથી મોંઘા ટ્રીટમેન્ટની જરૂર! વાળ ધોતા પહેલા અપનાવો આ ૧ દેશી નુસખ્ખો, મળશે પાર્લર જેવા સિલ્કી વાળ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More