444
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પંચાંગ અનુસાર, આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આમ તો પૂર્ણિમા દર મહિને આવે છે, પરંતુ શુક્લ પક્ષની પંદરમી તિથિએ આવતી શરદ પૂર્ણિમા(Sharad Purnima)નું વિશેષ મહત્વ છે. પુનર્મિમ પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસને ખુબ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. પૂર્ણિમાનું વ્રત કરવું ખુબ શુભ હોય છે.
શરદ પૂનમને કોજાગરી પૂર્ણિમા કહેવાય છે
શરદ પૂનમને કોજાગરી પૂર્ણિમા (Kojagari Purnima) અને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
શરદ પૂર્ણિમા પર આ સમયે થશે ચંદ્રોદય
આ વર્ષે શરદ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ(Chandragrahan) પણ લાગવા જઈ રહ્યું છે. આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ હશે. એની સાથે જ શનિવારના રોજ ચંદ્ર સાંજે 5 વાગ્યાને 20 મિનિટ પર નીકળશે. ચંદ્રમાં 4.17 વાગ્યા નીકળશે અને આ 29 ઓક્ટોબરની મધરાતે 1 વાગ્યાને 53 મિનિટ પર પૂર્ણિમા સમાપ્ત થશે.
શરદ પૂર્ણિમા પૂજાવિધિ
- શરદ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરો.
- પછી સ્ટૂલ પર પીળું અથવા લાલ કપડું ફેલાવો.
- ભગવાન સત્યનારાયણ(Lord Vishnu)ની તસવીર સ્થાપિત કરો અને પીળા ફૂલ, પીળા વસ્ત્ર, પીળા ફળ, પીળો દોરો, સોપારી અને હળદર અર્પણ કરો.
- આ દિવસે ભગવાનના પ્રસાદમાં તુલસીના પાન ચઢાવો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
- આ દિવસે ચંદ્ર અને દેવી લક્ષ્મી સંબંધિત મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે.
શરદ પૂનમે આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા
- શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વિધિ પ્રમાણે પૂજા(Puja) અને ઉપવાસ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે પૈસાની અછત અથવા દેવાથી સંઘર્ષ કરી રહ્યાં છો તો આ દિવસે વ્રત રાખો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. પૈસાની તંગી દૂર થશે.
- શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી મંદિરમાં દેવી લક્ષ્મી(Maa Lakshmi)ને પ્રસન્ન કરવા અને ઈચ્છિત આશીર્વાદ મેળવવા માટે સોપારીના પાન અને સોપારી ચઢાવો. તેનાથી માતાના આશીર્વાદ મળશે.
- શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીયંત્રનો જાપ કરો. ધાર્મિક વિધાનથી સ્થાપિત કર્યા પછી, શ્રી સૂક્ત અથવા મા લક્ષ્મીજીના સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાયોથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.
આ સમાચાર પણ વાંચોઃ Maharishi Valmiki Jayanti: આજે મહર્ષિ વાલ્મિકી જયંતિ, જેમણે બ્રહ્માજીના કહેવાથી કરી હતી રામાયણની રચના- વાંચો તેમના જીવન વિશે