News Continuous Bureau | Mumbai
Pitru Paksha 2024 : ભાદરવા માસનાં વદપક્ષએ પિતૃને તૃપ્ત કરવા માટેનો સમય છે આ માટે તેને પિતૃપક્ષ ( Pitru Paksha ) કહે છે. પંદર દિવસનાં આ પક્ષમાં લોકો પોતાનાં પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ પર શ્રાદ્ધ ( Shraddha Paksha ) કરે છે. અમુક લોકો એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં પરિજનોની મૃત્યુની તિથિ જાણતાં નથી. આ સમસ્યાનાં સમાધાન માટે પિતૃપક્ષમાં અમુક વિશેષ તિથિઓ પણ નિયત કરવામાં આવે છે જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે આ પ્રમુખ તિથિઓ આ પ્રકારે છે.
Pitru Paksha 2024 : ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ
આ તિથિ નાના – નાની નાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. જો નાના- નાનીનાં પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરવાવાળું ના હોય અને જો તમે તેમની મૃત્યુતિથિનાં જાણતાં હોય તો આ તિથિનાં શ્રાદ્ઘ કરવાથી આત્માને શાંતિ મળે છે. તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
Pitru Paksha 2024 : પાંચમનું શ્રાદ્ધ
આ તિથિ પર તેમનાં પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનું મહત્વ છે. જેમની મૃત્યુ કુંવારાપણાની સ્થિતિમાં થઇ હોય. આ તિથિને કુંવારા પાંચમ કહે છે.
Pitru Paksha 2024 : નોમનું શ્રાદ્ધ
આ તિથિ માતાનાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃનોમ પણ કહે છે. આ તિથિ ( Shraddha Tithi ) પર શ્રાદ્ધ કરવાથી કુળની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ તિથિમાં શ્રાદ્ધ પરિવારનાં તે લોકો માટે કરવામાં આવે છે જેમણે સંન્યાસ લીધો છે.
આ સમાચાર પણ વાંચો: Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… લાલબાગના રાજાને વિદાય આપવા માનવમહેરામણ ઉમટ્યું. જુઓ વિડીયો
Pitru Paksha 2024 : ચૌદશનું શ્રાદ્ધ
આ તિથિ તે પરિવારજનોનાં શ્રાદ્ધ માટે છે જેની અકાળ મૃત્યુ થઇ હોય જેમ કે – દુર્ઘટના, આત્મહત્યા, શસ્ત્ર વગેરે.
Pitru Paksha 2024 : સર્વ પિતૃમોક્ષ અમાસ
કોઇ કારણથી પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જાય અને પિતૃઓની ( Pitru ) તિથિ યાદ ના હોય ત્યારે આ તિથિ પર દરેક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળનાં દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)