Site icon

Pitru Paksha 2024 : આજથી પિતૃપક્ષની શરૂઆત, જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું કરવું શ્રાદ્ધ??

Pitru Paksha 2024 : જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું

Pitru Paksha 2024 begins today, know on which date to do Shraddha of which ancestors

Pitru Paksha 2024 begins today, know on which date to do Shraddha of which ancestors

News Continuous Bureau | Mumbai 

Pitru Paksha 2024 :  ભાદરવા માસનાં વદપક્ષએ પિતૃને તૃપ્ત કરવા માટેનો સમય છે આ માટે તેને પિતૃપક્ષ ( Pitru Paksha ) કહે છે. પંદર દિવસનાં આ પક્ષમાં લોકો પોતાનાં પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ પર શ્રાદ્ધ ( Shraddha Paksha  ) કરે છે. અમુક લોકો એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં પરિજનોની મૃત્યુની તિથિ જાણતાં નથી. આ સમસ્યાનાં સમાધાન માટે પિતૃપક્ષમાં અમુક વિશેષ તિથિઓ પણ નિયત કરવામાં આવે છે જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે આ પ્રમુખ તિથિઓ આ પ્રકારે છે. 

Join Our WhatsApp Community

Pitru Paksha 2024 :  ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ

આ તિથિ નાના – નાની નાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. જો નાના- નાનીનાં પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરવાવાળું ના હોય અને જો તમે તેમની મૃત્યુતિથિનાં જાણતાં હોય તો આ તિથિનાં શ્રાદ્ઘ કરવાથી આત્માને શાંતિ મળે છે. તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Pitru Paksha 2024 : પાંચમનું શ્રાદ્ધ 

આ તિથિ પર તેમનાં પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનું મહત્વ છે. જેમની મૃત્યુ કુંવારાપણાની સ્થિતિમાં થઇ હોય. આ તિથિને કુંવારા પાંચમ કહે છે.

Pitru Paksha 2024 : નોમનું શ્રાદ્ધ

આ તિથિ માતાનાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃનોમ પણ કહે છે. આ તિથિ ( Shraddha Tithi )  પર શ્રાદ્ધ કરવાથી કુળની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ તિથિમાં શ્રાદ્ધ પરિવારનાં તે લોકો માટે કરવામાં આવે છે જેમણે સંન્યાસ લીધો છે.

આ સમાચાર પણ વાંચો: Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… લાલબાગના રાજાને વિદાય આપવા માનવમહેરામણ ઉમટ્યું. જુઓ વિડીયો

Pitru Paksha 2024 : ચૌદશનું શ્રાદ્ધ

આ તિથિ તે પરિવારજનોનાં શ્રાદ્ધ માટે છે જેની અકાળ મૃત્યુ થઇ હોય જેમ કે – દુર્ઘટના, આત્મહત્યા, શસ્ત્ર વગેરે.

Pitru Paksha 2024 : સર્વ પિતૃમોક્ષ અમાસ

કોઇ કારણથી પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જાય અને પિતૃઓની ( Pitru  ) તિથિ યાદ ના હોય ત્યારે આ તિથિ પર દરેક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળનાં દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

BMC-Ganesh Visarjan 2025: શ્રી ગણેશ વિસર્જન માટે BMCની તૈયારી પુરી,10 હજાર કર્મચારીઓ અને 290 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા
Ambaji Mandir: સર્વે શક્તિપીઠોમાં અંબાજી શીરમોર સમાન:મૂર્તિના સ્થાને અહીં વિસા યંત્રની પૂજા થાય છે
Varaha Jayanti: વરાહ જયંતિની ઉજવણીને લઈને ગરમાઈ શકે છે રાજ્યનું રાજકારણ, આ મુદ્દા ની ચર્ચા એ પકડ્યું જોર, જાણો વિગતે
Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે કેમ ચંદ્ર ન જોવો જોઈએ? જાણો તેની પાછળ ની ધાર્મિક માન્યતા અને જો ભૂલથી જોવાઈ જાય તો શું કરવું? જાણો અહીં
Exit mobile version