Site icon

Rishi Panchami: ઋષિપાંચમમાં કરો આ સપ્તમ મનવન્તરના ૭ ઋષિઓનું સ્મરણ, નવી પેઢીને જરૂરથી આપો તેમનો પરિચય.

Rishi Panchami : ઋષિપાંચમ: આપણાં સુખ અને સમૃદ્ધિની સતત ચિંતા કરનારા આપણાં મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ.

Remember the 7 sages of this seventh Manavantar in Rishi Panchami, introduce them to the new generation

Remember the 7 sages of this seventh Manavantar in Rishi Panchami, introduce them to the new generation

News Continuous Bureau | Mumbai

Rishi Panchami : સપ્તમ મનવન્તરના ૭ ઋષિઓએ ( Sages ) માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ, નવી પેઢીને આ સાત ઋષિનો પરિચય જરૂરથી આપજો. 

Join Our WhatsApp Community

Rishi Panchami :   કશ્યપ ઋષિ

બ્રહ્માજીના ( Brahma ) માનસપુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે.

Rishi Panchami :  અત્રિ ઋષિ

અત્રિ ઋષિના (  Rishi Panchami Sages ) પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા, વિષ્ણુ ( Vishnu ) અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

Rishi Panchami : વસિષ્ઠ ઋષિ

વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલ ગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય.

Rishi Panchami :  વિશ્વામિત્ર ઋષિ

વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના ( Jamadagni ) 

તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાઘી રાજાના સંતાનો હતા.

આ સમાચાર પણ વાંચો :  Ganesh chaturthi 2024: અંબાણી પરિવાર ના ગણેશોત્સવ દરમિયાન જોવા મળ્યું અનંત અંબાણી અને સલમાન ખાન વચ્ચે નું બોન્ડિંગ, લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Rishi Panchami :  ગૌતમ ઋષિ

ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય.

Rishi Panchami :  .જમદગ્નિ ઋષિ

તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ( Vishwamitra ) ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા.

Rishi Panchami :  ભરદ્વાજ ઋષિ

ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. તેઓએ લખેલા ‘વૈમાનિકમ્’ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. ‘યંત્ર સર્વસ્વમ’ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા. 

ઋષિપંચમીના પાવન પર્વે  સપ્તર્ષિ સહિત આપણાં દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Margashirsha Amavasya: માર્ગશીર્ષ અમાવસ્યાની ખાસ તારીખ! તર્પણ અને દાન માટે સર્વશ્રેષ્ઠ દિવસ કયો? કાલે કે પરમ દિવસે? અહીં મેળવો સંપૂર્ણ માહિતી.
Shiva Mahapuran Katha: મુંબઈ ના કાંદિવલી પશ્ચિમ માં શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન: 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી
Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Sankashti Chaturthi: આજે છે ગણાધિપ સંકષ્ટી ચતુર્થી: ગણેશજીને પ્રસન્ન કરવા માટે આ શુભ સમયે કરો પૂજા અને વ્રત.
Exit mobile version