News Continuous Bureau | Mumbai
Shardiya Navratri 2024 Day 7 : શારદીય નવરાત્રીનો સાતમો દિવસ છે. આ દિવસે નવદુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા કાલરાત્રી ત્રી નેત્ર ધારી છે. માતા કાલરાત્રીનો રંગ કાળો છે. માતા કાલરાત્રીના વાળ ખુલ્લા છે. . તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. કહેવાય છે કે જે પણ ભક્ત મા કાલરાત્રિની પૂજા કરે છે તેના કોઈપણ પ્રકારનો ભય નાશ પામે છે. ભક્તોની તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મા કાલરાત્રિની કૃપાથી ભક્ત હંમેશા ખુશ રહે છે.
Shardiya Navratri 2024 Day 7 :સપ્તમી તિથિ
પંચાંગ અનુસાર, આ વખતે શારદીય નવરાત્રિની સપ્તમી પર, મા કાલરાત્રિની પૂજા કરવાનો શુભ સમય સવારે 11.45 કલાકથી શરૂ થશે અને બપોરે 12.30 કલાકે સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે આ શુભ સમય દરમિયાન મા કાલરાત્રીની પૂજા કરવી અત્યંત ફળદાયી રહેશે.
Shardiya Navratri 2024 Day 7 :મા કાલરાત્રીની પૂજા વિધિ
શારદીય નવરાત્રિની સપ્તમી પર મા કાલરાત્રીની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ પછી માતાને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. ગોળ પણ ચઢાવવો જોઈએ. આ પછી, દેવી માતાના મંત્રોનો જાપ કરવો જોઈએ અથવા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. ત્યારબાદ અર્પણ કરેલ ગોળનો અડધો ભાગ પરિવારમાં વહેંચવો જોઈએ. બાકીનો અડધો ગોળ બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે ૯ ઓક્ટોબર ૨૦૨૪, આ જાતકોને ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે; જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
Shardiya Navratri 2024 Day 7 : મા કાલરાત્રીની ઉત્પત્તિની કથા
કથા અનુસાર શુંભ-નિશુંભ અને રક્તબીજ રાક્ષસોએ ત્રણેય લોકમાં તબાહી મચાવી હતી. તેનાથી પરેશાન થઈને બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા. ભોલેનાથે દેવી પાર્વતીને રાક્ષસોને મારીને તેમના ભક્તોની રક્ષા કરવા કહ્યું. ભગવાન શિવના શબ્દોને અનુસરીને, માતા પાર્વતીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભ નો વધ કર્યો. પરંતુ જેવો જ દુર્ગાજીએ રક્તબીજનો વધ કર્યો, તેમના શરીરમાંથી નીકળેલા લોહીમાંથી લાખો રક્તબીજ ઉત્પન્ન થયા. આ પછી માતા દુર્ગાએ પોતાની શક્તિથી કાલરાત્રીની રચના કરી. આ પછી જ્યારે દુર્ગાજીએ રક્તબીજનો વધ કર્યો ત્યારે કાલરાત્રીએ તેમના શરીરમાંથી નીકળતા લોહીથી પોતાનું મોં ભરી દીધું અને દરેકનું ગળું કાપીને રક્તબીજની હત્યા કરી.
Shardiya Navratri 2024 Day 7 : મા કાલરાત્રી પૂજા મંત્ર
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्त शरीरिणी॥
वामपादोल्लसल्लोह लताकण्टकभूषणा।
वर्धन मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)