Site icon

Shardiya Navratri 2024 Day 7 : આજે નવરાત્રી સાતમું નોરતું, જાણો મા કાલરાત્રિની પૂજા કરવાનો શુભ સમય, પૂજા વિધિ અને મંત્ર…

Shardiya Navratri 2024 Day 7 : આજે નવરાત્રીનો સાતમો દિવસ છે. નવરાત્રિના સાતમા દિવસે, દેવી દુર્ગાના ભક્તો તેમના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે માતાનું આ સ્વરૂપ ગોળ અને ગોળમાંથી બનેલી વસ્તુઓને પસંદ કરે છે. મહા સપ્તમીના દિવસે માતા રાણીને ગોળની બનેલી વસ્તુઓ અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો તમે પણ આજે મા કાલરાત્રિને પ્રસન્ન કરવા માંગો છો, તો તમે તેમને ગોળના બનેલા માલપુઆને ભોગ પ્રસાદ તરીકે અર્પણ કરી શકો છો.

Shardiya Navratri 2024 Day 7 Shardiya Navratri 2024 Day 7 Significance, Puja Vidhi, Colour — All About Worshipping Goddess Kalratri

Shardiya Navratri 2024 Day 7 Shardiya Navratri 2024 Day 7 Significance, Puja Vidhi, Colour — All About Worshipping Goddess Kalratri

News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2024 Day 7 : શારદીય નવરાત્રીનો સાતમો દિવસ છે. આ દિવસે નવદુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા કાલરાત્રી ત્રી નેત્ર ધારી છે. માતા કાલરાત્રીનો રંગ કાળો છે. માતા કાલરાત્રીના વાળ ખુલ્લા છે. . તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. કહેવાય છે કે જે પણ ભક્ત મા કાલરાત્રિની પૂજા કરે છે તેના કોઈપણ પ્રકારનો ભય નાશ પામે છે. ભક્તોની તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મા કાલરાત્રિની કૃપાથી ભક્ત હંમેશા ખુશ રહે છે.

Join Our WhatsApp Community

Shardiya Navratri 2024 Day 7 :સપ્તમી તિથિ

પંચાંગ અનુસાર, આ વખતે શારદીય નવરાત્રિની સપ્તમી પર, મા કાલરાત્રિની પૂજા કરવાનો શુભ સમય સવારે 11.45 કલાકથી શરૂ થશે અને બપોરે 12.30 કલાકે સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે આ શુભ સમય દરમિયાન મા કાલરાત્રીની પૂજા કરવી અત્યંત ફળદાયી રહેશે.

Shardiya Navratri 2024 Day 7 :મા કાલરાત્રીની પૂજા વિધિ

શારદીય નવરાત્રિની સપ્તમી પર મા કાલરાત્રીની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ પછી માતાને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. ગોળ પણ ચઢાવવો જોઈએ. આ પછી, દેવી માતાના મંત્રોનો જાપ કરવો જોઈએ અથવા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. ત્યારબાદ અર્પણ કરેલ ગોળનો અડધો ભાગ પરિવારમાં વહેંચવો જોઈએ. બાકીનો અડધો ગોળ બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે ૯ ઓક્ટોબર ૨૦૨૪, આ જાતકોને ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે; જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Shardiya Navratri 2024 Day 7 : મા કાલરાત્રીની ઉત્પત્તિની કથા

કથા અનુસાર શુંભ-નિશુંભ અને રક્તબીજ રાક્ષસોએ ત્રણેય લોકમાં તબાહી મચાવી હતી. તેનાથી પરેશાન થઈને બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા. ભોલેનાથે દેવી પાર્વતીને રાક્ષસોને મારીને તેમના ભક્તોની રક્ષા કરવા કહ્યું. ભગવાન શિવના શબ્દોને અનુસરીને, માતા પાર્વતીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભ નો વધ કર્યો. પરંતુ જેવો જ દુર્ગાજીએ રક્તબીજનો વધ કર્યો, તેમના શરીરમાંથી નીકળેલા લોહીમાંથી લાખો રક્તબીજ ઉત્પન્ન થયા. આ પછી માતા દુર્ગાએ પોતાની શક્તિથી કાલરાત્રીની રચના કરી. આ પછી જ્યારે દુર્ગાજીએ રક્તબીજનો વધ કર્યો ત્યારે કાલરાત્રીએ તેમના શરીરમાંથી નીકળતા લોહીથી પોતાનું મોં ભરી દીધું અને દરેકનું ગળું કાપીને રક્તબીજની હત્યા કરી.

Shardiya Navratri 2024 Day 7 : મા કાલરાત્રી પૂજા મંત્ર

लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्त शरीरिणी॥

वामपादोल्लसल्लोह लताकण्टकभूषणा।

वर्धन मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Tulsi Vivah 2025: તુલસી વિવાહ ૨૦૨૫: આ શુભ યોગમાં થશે તુલસી માતાના લગ્ન, નોંધી લો પૂજાનું યોગ્ય મુહૂર્ત
Amla Navami: આમળા નવમી ૨૦૨૫: આ દિવસે માત્ર એક ખાસ ઉપાય કરો, જીવનભર વરસશે માતા લક્ષ્મીના આશીર્વાદ
Gopashtami: ગોપાષ્ટમી 2025: શ્રી કૃષ્ણએ કયા શુભ દિવસે પહેલી વાર ગાયો ચરાવી? જાણો તે સમયનો રસપ્રદ કિસ્સો
Chhath Puja: અસ્ત થતા સૂર્યની આરાધના,છઠ પૂજા 2025ના ત્રીજા દિવસની વિધિ, મુહૂર્ત અને મહત્વ
Exit mobile version