Site icon News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2024 : આજે નવલી નવરાત્રીનું સાતમું નોરતું, આજના પાવન દિવસે ઘરે બેઠા જ કરો મુંબઈના લક્ષ્મી મંદિરથી મહાલક્ષ્મી માતાના લાઈવ દર્શન..

Shardiya Navratri 2024 :નવરાત્રી ઉત્સવ એટલે કે નવ રાત્રીઓનો આ ઉત્સવ. નવરાત્રીના 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.

Shardiya Navratri 2024 do live darshan of laxmi mata temple mumbai on occasion of navratri

Shardiya Navratri 2024 do live darshan of laxmi mata temple mumbai on occasion of navratri

News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ આજથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો સાતમો  દિવસ છે એટલે કે આજે સાતમું નોરતું છે. આજના આ પાવન દિવસે  મુંબઈમાં બિરાજમાન માતા મહાલક્ષ્મી ના ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો.

Join Our WhatsApp Community

Shardiya Navratri 2024 : માતા મહાલક્ષ્મી મંદિર ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો 

Shardiya Navratri 2024 લાખો લોકો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર 

મહાલક્ષ્મી મંદિર મુંબઈના સૌથી પ્રાચીન ધાર્મિક સ્થળોમાંનું એક છે. દરિયા કિનારે બી. દેસાઈ માર્ગ પર આવેલું આ મંદિર ખૂબ જ સુંદર, આકર્ષક અને લાખો લોકો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.  આ મંદિર 1831માં હિન્દુ વેપારી ધાકજી દાદાજીએ બનાવ્યું હતું. નવરાત્રી દરમિયાન આ મંદિર વિશેષ રીતે શણગારવામાં આવે છે અને આ દરમિયાન મંદિરમાં ભક્તોની અત્યંત ભીડ જોવા મળે છે.

Shardiya Navratri 2024 : મંદિરમાં છે મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની મૂર્તિઓ 

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ઘર અને વેપારમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મહાલક્ષ્મી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર સુંદર કોતરણી કરવામાં આવી છે.  મંદિરમાં મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની મૂર્તિઓ છે. આ ત્રણેય મૂર્તિઓ નાકની ચૂની, સોનાની બંગડીઓ અને મોતીની માળાઓ ધરાવે છે. મહાલક્ષ્મીની મૂર્તિ હથેળીમાં કમળ ધરાવે છે.

  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાએ શુક્ર બદલશે ચાલ: આ 5 રાશિના જાતકો પર થશે ધન વર્ષા, ભાગ્યમાં લખાયેલું છે અઢળક સુખ-સમૃદ્ધિ.
Vaishno Devi Yatra 2026: વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની મોટી જાહેરાત, 3 નવી સુવિધાઓથી શ્રદ્ધાળુઓને મળશે મોટી રાહત
Saturn Transit 2026: શનિદેવ લેવા આવી રહ્યા છે આકરી પરીક્ષા, અત્યારથી જ સંભાળી જાય આ ૪ રાશિઓ; જાણો બચવાના રામબાણ ઉપાયો!
Exit mobile version