News Continuous Bureau | Mumbai
Shravan 2024 : શ્રાવણ મહિનો ભગવાન શિવ ( Lord Shiva ) ને સમર્પિત છે. આ મહિના પહેલા ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં લીન થઈ જાય છે અને ભગવાન શિવ વિશ્વની કમાન સંભાળે છે. આ વર્ષે શ્રાવણ મહિનો આજથી શરૂ થઇ ગયો છે. દરમિયાન, શિવભક્તો પવિત્ર નદીઓના જળથી ભગવાનનો અભિષેક કરે છે. તેઓ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનામાં આવતા સોમવારે ઉપવાસ કરે છે અને શ્રાવણ મહિનામાં વિશેષ પૂજા કરે છે. .
Shravan 2024 શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. તે વર્ષનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર આ મહિનો શ્રવણ કરવાનો એટલે સાંભળવાનો છે, એટલે તેનું નામ શ્રાવણ છે. આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે. આ આખા મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વખતે શ્રાવણ મહિનામાં બે દુર્લભ સંયોગો બની રહ્યા છે. એક તો આ વખતે સોમવારથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને બીજું આ વખતે શ્રાવણમાં કુલ 5 સોમવાર આવી રહ્યા છે.
Shravan 2024 શ્રાવણ માસ પૂજા વિધિ
આ દિવસે, ભક્તો સવારે વહેલા ઉઠી સ્નાન કરવું. પૂજા માટે પહેલા ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ મૂકો, દીવો પ્રગટાવો અને પ્રાર્થના કરો. શિવ ચાલીસા, શિવ તાંડવ સ્તોત્ર અને શ્રાવણ માસની કથાનો પાઠ કરો. આ દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગને પંચામૃત (દૂધ, દહીં, ખાંડ, મધ અને ઘી) અને જળ ચઢાવો અને શિવલિંગને ફૂલ અને બીલીપત્ર ના પાન અપર્ણ કરો. બીલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. પ્રસાદના ભાગરૂપે મીઠાઈ વગેરે ચઢાવો.
Shravan 2024 આ મંત્રોનો જાપ કરો
- ॐ नमः शिवाय !!
- ॐ त्र्यम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात ||
- कर्पूर गौरं करुणावतारं संसार सारं, भुजगेंद्र हारम | सदा वसंतं हृदये, अरविंदे भवं भवानी सहितं नमामि ||
આ સમાચાર પણ વાંચો : શ્રાવણ મહિનો શરૂ-આ રાશિના જાતકોને મળશે ભોલેનાથના વિશેષ આશીર્વાદ-જાણો તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે
Shravan 2024 શિવના આશીર્વાદ માટે શ્રાવણ મહિનામાં આટલું કરો-
ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે, આ આખા મહિનામાં દરરોજ જલાભિષેક કરો. સવારે પંચામૃત સાથે અભિષેક કરવો શુભ માનવામાં આવે છે. ભક્તોએ ભગવાનને બીલીપત્ર પાન પણ અર્પણ કરવા જોઈએ. રૂદ્રાક્ષની પૂજા કરવી અને શ્રાવણ માં રૂદ્રાક્ષ ધારણ કરવું પણ શુભ માનવામાં આવે છે. ભક્તોએ રૂદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ અને શિવ મંત્રોનો જાપ કરવો જોઈએ. મહિલાઓ પણ આ મહિનામાં મંગલ ગૌરી વ્રત રાખી શકે છે. આ મહિનામાં ગરીબો અને વિદ્વાનોને ધાર્મિક દાન આપવું પણ શુભ માનવામાં આવે છે.
Shravan 2024 શ્રાવણ માં આ કામ ના કરો-
શ્રાવણ માં વ્રત દરમિયાન કોઈપણ પ્રકારનું ભોજન ન કરવું. ફળો ખાઈ શકો છો. શ્રાવણ દરમિયાન ડુંગળી, પનીર, મૂળા, લસણ વગેરેનું સેવન ન કરવું જોઈએ. આ મહિનામાં માંસ ખાવું કે દારૂનું સેવન કરવું વર્જિત છે. આ મહિનામાં ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરો.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)