Site icon

Diwali Calendar 2023: જાણો ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજની તિથિ અને શુભ મુહૂર્તની વિગત

સામાન્ય રીતે દિવાળીના તહેવારને 5 દિવસનો ગણવામાં આવે છે પણ આપણા સનાતન ધર્મમાં અગિયાસના દિવસથી ભાઇ-બીજના દિવસ સુધી ઘરે ઘરે દિવા મૂકવાના અને રંગોળી બનાવવાની શરુ થઇ જાય છે.

Diwali Calendar 2023

Diwali Calendar 2023

News Continuous Bureau | Mumbai 

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો કે દિવાળીને લઇને ઘરની સાફ-સફાઇ તો નવરાત્રી પછી તરત જ શરુ થઇ જાય છે, અને તહેવાર નજીક આવતા નાસ્તા-મીઠાઇ અને પૂજાની તૈયારી થવા લાગે છે. સામાન્ય રીતે દિવાળીના તહેવારને 5 દિવસ(Diwali Calendar)નો ગણવામાં આવે છે પણ આપણા સનાતન ધર્મમાં અગિયાસના દિવસથી ભાઇ-બીજના દિવસ સુધી ઘરે ઘરે દિવા મૂકવાના અને રંગોળી બનાવવાની શરુ થઇ જાય છે. 

 

Join Our WhatsApp Community
દિવાળીના તહેવારમાં મુખ્યત્વે 5 તહેવારો ઉજવવામાં આવે છે, જેની શરૂઆત ધનતેરસથી થાય છે, પછી નાની દિવાળી (નર્ક ચતુર્દશી અથવા કાળી ચૌદશ), દીવાળી, ગોવર્ધન પૂજા એટલે કે બેસતુ વર્ષ અને છેલ્લે ભાઈબીજનો તહેવાર. દિવાળીના તહેવારોના તમામ તહેવારોની તારીખો અને શુભ સમય(Shubh Muhurat) વિશે અહીં વિગતવાર જાણો.

 

ધનતેરસ 2023

હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે આવવાની છે. આ દિવસે પૂજાનો શુભ સમય સાંજે 05:26થી 07:22 સુધીનો રહેશે. આ સાથે ધનતેરસ(Dhanteras) પર ખરીદીનો સમય બપોરે 12:35થી બીજા દિવસે 01:57 સુધીનો રહેશે.

 

કાળી ચૌદશ(નાની દિવાળી 2023)

નાની દિવાળી કે કાળી ચૌદશ(Kali Chaudash)નો તહેવાર 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી, મહાબલી હનુમાન અને માતા કાલીની પૂજા મુખ્યત્વે કરવામાં આવે છે. પૂજા અને ધ્યાન માટેનો શુભ સમય રાત્રે 11:15થી 12:07 સુધીનો રહેશે.

 

દિવાળી 2023

આ વર્ષે, કેલેન્ડર મુજબ, દિવાળી(Diwali)નો તહેવાર 12 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે લક્ષ્મી ગણેશની પૂજા સાંજે 05:18થી 07:14 સુધી થશે.

 

ગોવર્ધન પૂજા 2023 (બેસતુ વર્ષ)

13મી નવેમ્બરે સોમવતી અમાવસ્યાના કારણે, આ વર્ષે ગોવર્ધન પૂજા(Bistu Vars)અથવા અન્નકૂટનો તહેવાર 14મી નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે પૂજાનો સમય સવારે 06:15થી 08:25 સુધીનો રહેશે.

 

ભાઈ બીજ 2023
હિંદુ કેલેન્ડર મુજબ, ભાઈ બીજ(Bhai Beej)નો તહેવાર 15 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈને તિલક લગાવવાનો શુભ સમય બપોરે 12:46થી 02:56 સુધીનો રહેશે. શુભ સમયે તમારા ભાઈને તિલક કરો અને રક્ષા સૂત્ર બાંધો.
આ સમાચાર પણ વાંચોઃ BSNLની ધમાકેદાર દિવાળી ઓફર, કંપની આ 5 રિચાર્જ પ્લાન્સમાં આપી રહી છે ઘણો બધો ડેટા- જાણો આ ખાસ ઓફર વિશે
Labh Pancham 2023: લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જાણો આ દિવસનું ખાસ મહત્વ
Labh Pancham 2023: આ તારીખે છે લાભ પાંચમ, જાણો શુભ મુહુર્ત અને મહત્વ
શા માટે ઉજવાય છે દિવાળીનો તહેવાર? જાણો આ તહેવારનું મહત્વ અને ઇતિહાસ
Shamlaji temple: દિવાળીના દિવસે શામળાજીના મંદિરે યોજાય છે મેળો, જાણો આ મંદિરની ખાસ વિશેષતા
Exit mobile version