1.5K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ ૫ણ કહેવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને આ૫ણા ગુજરાત રાજયમાં ઉજવવામાં આવે છે. આ દિવાળી તહેવાર(Diwali festival)નો છેલ્લો દિવસ ગણાય છે. જે કારતક સુદ પાંચમના દિવસે મનાવવામાં આવે છે. કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ(Panchmi TiThi) 17 નવેમ્બર 2023ના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 18 નવેમ્બર 2023ના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે.
લાભ પાંચમનુ મહત્વ
સૌભાગ્ય(Shaubaghya) એટલે સારૂ ભાગ્ય અને લાભ એટલે કે સારો ફાયદો. આ દિવસ સારા ભાગ્ય અને સારા ફાયદાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ કોઇ ૫ણ નવા શુભ કાર્યના મુહુર્ત માટે યોગ્ય ગણવામાં આવે છે. આમ તો લાભ પાંચમ(Labh Pancham)નો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત(Muharat) જોવાની જરૂર નથી હોતી.
માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યવસાય, ૫રિવાર અને જીવનમાં ઉન્નતિ થાય છે. ગુજરાતમાં દિવાળીની રજાઓ બાદ આ નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ ગણાય છે.
આ દિવસે ગુજરાતના વેપારી લોકો નવી ખાતાવહી શરૂ કરી છે અને કુમકુમથી શુભ-લાભ(Shubh-labh) લખી તથા વચ્ચે સાથીઓ દોરી નવા ચો૫ડાની શરૂઆત કરે છે. આ દિવસે હિન્દુઓ લક્ષ્મીજીની પૂજા(Lakshmi puja) કરે છે . જૈનો જ્ઞાનવર્ઘક પુસ્તકની પૂજા કરે છે. અને વઘુ બુદ્ઘિ તથા જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે.
આ૫ણા હિન્દુ ગ્રંથોમાં લાભને નીચે મુજબ ૫રિભાષિત કરવામાં આવ્યો છે.
लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः
यशेम इंदेवरा श्याम हुरुदयम थौ जनार्दन
અર્થાત લાભ અને વિજય એના ચરણ ચૂમે છે.જેના હદયમાં શ્યામ રંગવાળા ૫દ્મ સમાન વિષ્ણુનો વાસ હોય છે. એમનો ૫રાજય કઇ રીતે થઇ શકે.
આ સમાચાર પણ વાંચોઃ Labh Pancham 2023: આ તારીખે છે લાભ પાંચમ, જાણો શુભ મુહુર્ત અને મહત્વ