2.5K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે એટલે કે 11નવેમ્બર, શનિવારના રોજ કાળીચૌદશ(Kali Chaudash) ઉજવવામાં આવશે.આ વર્ષે કાળી ચૌદશ શનિવારના દિવસે આવતી હોવાથી એક દુર્લભ સિદ્ધિ યોગ બનશે.આ દિવસે માતા કાલી, ભૈરવ, હનુમાનજી અને તંત્ર,મંત્ર,યંત્રની સાધનાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પૂજન કયા સમયે, કેવી રીતે કરવી જોઈએ? તેના વિશે જાણીએ.
કાળી ચૌદસની પૂજા માટે શુભ મુહૂર્ત
- સમય બપોરે 12:24 થી 16:32 સુધી ચલ, લાભ, અમૃત
- સાંજે 17:55 થી 19:32 સુધી લાભ
- રાત્રે 21:10 થી 26:01 સુધી શુભ, અમૃત, ચલ
કાળી ચૌદશ પૂજા વિધિ
સાંજે ઘરના ઉંબરે દક્ષિણ દિશા તરફ મુખ કરીને ચૌમુખ દીવો પ્રગટાવવો જોઈએ. તમામ દેવી-દેવતાઓની પૂજા(Puja) કરવી. ઘર, ઓફિસ કે દુકાનની બહાર તેલનો દીવો કરવો. આનાથી મા લક્ષ્મી(Maa Lakshmi)ની કૃપા વરસે છે. આમ કાળી ચૌદસના દિવસે અને રાત્રે કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે.
આ દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ દિશામાં તેલનો દીવો કરવો જોઈએ. તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખી યમ દેવતાને પ્રાર્થના કરવી જોઈએ. તમારા દ્વારા જાણતા-અજાણતા થયેલા પાપોની ક્ષમા માગવી જોઈએ. આમ કરવાથી યમ દેવ(yamdev) પ્રસન્ન થાય છે અને તમારા પાપોનો નાશ કરે છે.
કાળી ચૌદશના દિવસે સ્નાન કરતા પહેલા તલનું તેલ અને ચંદનનો લેપ લગાવવો જોઈએ. સ્નાન કર્યા બાદ કપાળમાં તિલક લગાવીને પૂજા કરવી જોઈએ. સૂર્યોદય પહેલા સ્નાન કરી ઘરની બહાર નાળા પાસે તલના તેલનો દીવો કરવો જોઈએ. સૂર્યોદય બાદ સૂર્ય ભગવાનને જળ અર્પણ કર્યા બાદ ભગવાન કૃષ્ણ, મહાકાળી માતા(mahakali), હનુમાનજી(Hanumanji), કાળ ભૈરવની ઉપાસના કરવી જોઈએ.
કાળી ચૌદશની રાત્રે ધૂપ-દીપ પ્રગટાવી હનુમાનજી સમક્ષ લાલ કે કેસરી વસ્ત્રો પહેરી બેસવું જોઈએ.કાળી ચૌદશે હનુમાનજીના મંત્રની સાત માળા કરવી જોઈએ. આમ કરવાથી તમારા કાર્યમાં આવતી રૂકાવટ, રોગ, સંકટ કે અન્ય મુશ્કેલીઓ દૂર થાય છે.