2.7K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Dhanteras Shubh Muhurat: દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યાં છે, આમ તો પુષ્ય નક્ષત્રથી દિવાળીના પવિત્ર દિવસો શરૂ થઇ ગયા છે, આમાં સૌથી પહેલો તહેવાર ધનતેરસ(Dhanteras)નો છે, અને આ દિવસે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લોકો પોતાના ઘરમાં અને ઓફિસમાં ગણેશજી અને ધનલક્ષ્મી માતાજીની પૂજા કરે છે, સાથે ભગવાન કુબેર(kuberji)ની પૂજા કરીને તેમને પણ પ્રસન્ન કરવામાં આવે છે.
હિન્દુ પંચાંગ અનુસાર નવેમ્બર મહિનાની શરૂઆત કારતક કૃષ્ણ પક્ષ(હિન્દી માસ)ની ચતુર્થીની તિથિથી શરુ થશે. આ દિવસે સંકષ્ટિ ચતુર્થી અને કરવા ચોથ ઉજવવામાં આવશે. જાણો અહીં ધનતેરસના શુભ મુહૂર્ત(Shubh Muharat) વિશે….
10 નવેમ્બરે ધન તેરસ, ધન્વંતરિ જયંતિ(Dhanvantari Jayanthi) પણ ઉજવાય છે
આ દિવસે દેવતાઓના વૈદ્ય કહેવાતા ભગવાન ધન્વંતરિની પૂજા(Puja) કરવાનું વિધાન છે. એની સાથે જ ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મી(devi maa Lakshmi)ની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે.
ધનતેરસના શુભ મુહૂર્ત
લક્ષ્મી પૂજા(Lakshmi Puja)-કુબેરપૂજા- ધન્વંતરિ પૂજા તેમજ ચોપડા લાવવા
(૧) આસો વદ-૧૩ શુક્રવાર તા.૧૦-૧૧-૨૦૨૩
સમય : સવારમાં ૧૨-૨૪ થી ૧૩-૪૬ ( શુભ)
સાજે ૧૬-૩૩ થી ૧૭-૫૬ ( ચલ)
રાત્રે ૨૧-૧૦ થી ૨૨-૪૭ ( લાભ)
અને ૨૪-૨૪ થી ૨૭-૩૮ ( શુભ અમૃત) સુધી માં ધનપૂજા કરવી
આ સમાચાર પણ વાંચોઃ વાક બારસનું અપ્રભંશ થઇને વાઘ બારસ કેવી રીતે થઇ ગયું? સાથે જ જાણો વાક બારસનો અર્થ અને મહત્વ