2.6K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાતી પંચાગ મુજબ આસો વદ બારસ એટલે વાક્ બારસ… વાક્ નું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાંખ્યુ છે. વાક્ શબ્દનો અર્થ વાણી,વાચા કે ભાષા થાય છે. અને વાધના સંદર્ભે આખો તહેવાર વાઘ બારસ(vagh baras) તરીકે ઓળખવામાં માંડ્યો.
વાક્ એટલે કે વાણી.
વાણી અને સંગીતની દેવી સરસ્વતી(Devi Saraswati)નું પણ આજે પૂજન કરવામાં આવે છે. આપણા કરતાં મોટા કે નાના લોકોનું મન ન દુભાય તેવી વાણી બોલવી. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીજીની પૂજા થાય એ પહેલાં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. જેથી લોકો વાઘ બારસના દિવસે સરસ્વતીની પૂજા કરે છે. પહેલા મા સરસ્વતી, પછી ધનતેરસે લક્ષ્મી અને ત્યારબાદ માતા કાળીની પૂજા થાય છે આમ માતાજીના ત્રણેય સ્વરૂપોની તહેવારો પર ખાસ પૂજા(Puja) અર્ચના કરવામાં આવે છે. બારસને ‘વાઘબારસ’ તરીકે ઓળખવામાં આવી છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.
વસુ એટલે કે ગાય.
હિન્દુ માન્યતા મુજબ ગાય માતામા 33 કરોડ દેવતાઓનો વાસ થાય છે. માટે ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસ(Gaumata Baras)ના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. દિવાળીના તહેવાર(Diwali festival)ની શરૂઆત વાઘ બારસના દિવસથી થાય છે. આ દિવસે ગાયની પૂજાનું અનેરૂ મહત્વ રહેલુ છે. કેટલાક સ્થળોએ આ દિવસ ગુરૂ અથવા ગૌવત્સ બારસ ના નામથી ૫ણ ઓળખાય છે. ગૌ શબ્દ એ ગાયનો ઉલ્લેખ દર્શાવે છે તથા વત્સ શબ્દ એ વાછરડાને દર્શાવે છે.
આ તહેવાર દ્વાદશી પર આવે છે, એટલે કે એકાદશી(Ekadashi)ના એક દિવસ પછી અને ધનતેરસના એક દિવસ પહેલા. આ તહેવાર મુખ્યત્વે સાંજના સમયે ઉજવવામાં આવે છે. વાઘ બારસ એ ગાયના રૂપમાં ભગવાનની પૂજા કરવા માટે સમર્પિત દિવસ છે. ગાયમાં ભગવાનના દિવ્ય કિરણોને શોષવાની ક્ષમતા હોવાનું માનવામાં આવે છે, અને તેથી સમગ્ર ભારતમાં લોકો ગાયને ‘ગૌ માતા’ માને છે. તેઓ માને છે કે વાઘ બારસ એ આપણી પરંપરાઓનું સન્માન કરવા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો યોગ્ય દિવસ છે.