Apple Price Hike India એપલ લવર્સને મોટો ફટકો! ભારતમાં તીવ્ર મોંઘવારી વચ્ચે Apple એ કિંમતોમાં કર્યો તોતિંગ વધારો, ખરીદતા પહેલા ચેક કરી લો નવું પ્રાઇસ લિસ્ટ

Apple Price Hike India કંપનીએ મેકબુક અને આઈપેડની શરૂઆતી કિંમતોમાં ૨૦ થી ૪૨ ટકા સુધીનો કર્યો તોતિંગ વધારો; મેમરી ચિપ્સની અછત અને વધતી જતી આંતરિક લાગત મુખ્ય કારણ

by kalpana Verat
Apple Price Hike India  એપલ લવર્સને મોટો ફટકો! ભારતમાં તીવ્ર મોંઘવારી વચ્ચે Apple એ કિંમતોમાં કર્યો તોતિંગ વધારો, ખરીદતા પહેલા ચેક કરી લો નવું પ્રાઇસ લિસ્ટ

News Continuous Bureau | Mumbai

Apple Price Hike India દિગ્ગજ ટેક કંપની એપલે (Apple) ભારતીય ગ્રાહકો સહિત વિશ્વભરના પોતાના યુઝર્સને મોટો આર્થિક ઝટકો આપ્યો છે. કંપનીએ ભારતમાં પોતાના લોકપ્રિય પ્રોડક્ટ્સ મેકબુક (MacBook) અને આઈપેડ (iPad) ની કિંમતોમાં ભારે વધારો ઝીંકી દીધો છે. કંપનીએ અલગઅલગ ડિવાઇસીસની શરૂઆતી કિંમતમાં આશરે ૨૦ થી ૪૨ ટકા સુધીનો મોટો વધારો કર્યો છે. આ વધારાના કારણે MacBook Pro ના ટોપએન્ડ વેરિઅન્ટની કિંમતમાં સીધો ૧ લાખ રૂપિયા સુધીનો તોતિંગ વધારો જોવા મળ્યો છે, જે કંપનીના સત્તાવાર પોર્ટલ Apple India પર પણ લિસ્ટ થઈ ચૂક્યો છે.

Apple Price Hike India – M5 સિરીઝ ચિપવાળા MacBook Pro અને iPad Air ની નવી કિંમતોની વિગતો

ટેક રિપોર્ટ અનુસાર, એપલના વિવિધ મોડલ્સ પર થયેલા ભાવ વધારાની નવી કિંમતોની વિગતો નીચે મુજબ છે:
MacBook Pro M5 Pro (14-inch): આ પાવરફુલ લેપટોપની શરૂઆતી કિંમત લોન્ચિંગ સમયે ૨,૪૯,૯૦૦ રૂપિયા હતી, જે હવે ૨૦ ટકા વધીને ૨,૯૯,૯૦0 રૂપિયા થઈ ગઈ છે.
MacBook Pro M5 Max (14-inch): આ હાઇ-એન્ડ વેરિઅન્ટના ભાવમાં સીધો ૧ લાખ રૂપિયા સુધીનો સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે.
13-inch iPad Air (Base Variant): આ આઈપેડ મોડલની કિંમત ૮૪,૯૦૦ રૂપિયાથી વધારીને ૧,૧૯,૯૦0 રૂપિયા કરી દેવાઈ છે, જે આશરે ૪૨ ટકાનો રેકોર્ડતોડ વધારો દર્શાવે છે.

Apple Price Hike India – એઆઈ ડેટા સેન્ટરોના કારણે મેમરી અને સેમિકન્ડક્ટર ચિપ્સની કિંમતો આકાશ આંબી રહી છે

કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના કો-ફાઉન્ડર અને રિસર્ચ વીપી નીલ શાહે આ ભાવ વધારા પાછળના મુખ્ય ટેકનિકલ કારણો સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, મેકબુક નિયો, મેકબુક એર, મેકબુક પ્રો, આઈપેડ એર અને આઈપેડ પ્રો વાઇફાઇની કિંમતોમાં આ વધારો ગ્લોબલ માર્કેટમાં કમ્પોનન્ટ્સની વધેલી લાગતને કારણે થયો છે. હાલમાં વૈશ્વિક સ્તરે મેમરી અને સેમિકન્ડક્ટર ચિપ્સની (Semiconductor Chips) કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. વાસ્તવમાં, વિશ્વની મોટી ચિપ નિર્માતા કંપનીઓ હવે તેમના ઉત્પાદનનો મોટો હિસ્સો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- AI ડેટા સેન્ટરોને સપ્લાય કરી રહી છે, જેના લીધે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર (મોબાઇલ, લેપટોપ) માટે મેમરી ચિપ્સની ભારે અછત સર્જાઈ છે.

Apple Price Hike India – ‘એપલ ઇન્ટેલિજન્સ’ ના લોન્ચિંગ પહેલાં કિંમતો વધારવી કંપની માટે બની ગઈ મજબૂરી

માર્કેટ એક્સપર્ટ્સના મતે, એપલે પાછલી બે ત્રિમાસિક ગાળાથી ગ્લોબલ મોંઘવારીનો બોજ પોતે સહન કર્યો હતો અને કિંમતો વધારી નહોતી, પરંતુ હવે કંપની માટે આ વધારાનો ખર્ચ ઉઠાવવો અશક્ય બની જતાં ગ્રાહકો પર આ ભાર નાખવામાં આવ્યો છે. આ સિવાય એપલ આ વર્ષે પોતાના નવા ડિવાઇસીસમાં અત્યંત હાઇટેક ઓન-ડિવાઇસ ‘એપલ ઇન્ટેલિજન્સ’ (Apple Intelligence) જેવી એઆઈ સુવિધાઓ લોન્ચ કરવાની પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. આ એઆઈ ફીચર્સને સરળતાથી ચલાવવા માટે ડિવાઇસની અંદર વધુ મેમરી સ્પેસ અને પાવરફુલ રેમ (RAM) ની જરૂર પડે છે, જેની લાગત વધુ હોવાથી એપલે નવી પ્રાઇસ લિસ્ટ જાહેર કરવી પડી છે.

👉 આ સમાચાર વાચો:
EPFO Online Service Suspended 4 Days પીએફ ઉપાડવાની રીત બદલાઈ! ૪ દિવસ ઓનલાઇન સર્વિસ બંધ રહ્યા બાદ કેવી રીતે કામ કરશે નવી સિસ્ટમ? વાંચો અહેવાલ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More