iPhone 16 Price Cut। મોકો ચૂકતા નહીં! iPhone 16 પર મળી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ, આ પ્લેટફોર્મ પર કિંમતમાં થયો ધરખમ ઘટાડો

iPhone 16 Price Cut। લોન્ચ પ્રાઈસ કરતા 18,000 સસ્તો થયો એપલનો આ સ્માર્ટફોન; A18 બાયોનિક ચિપ અને AI ફીચર્સથી સજ્જ ફોન પર બેંક ડિસ્કાઉન્ટનો પણ લાભ.

by Janvi Soni
iPhone 16 Price Cut।  મોકો ચૂકતા નહીં! iPhone 16 પર મળી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ, આ પ્લેટફોર્મ પર કિંમતમાં થયો ધરખમ ઘટાડો

 

News Continuous Bureau | Mumbai

iPhone 16 Price Cut। એપલના લોકપ્રિય સ્માર્ટફોન iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જો તમે આ ફોન ખરીદવા માંગતા હોવ તો હવે તે લોન્ચ પ્રાઈસ કરતા લગભગ 18,000 રૂપિયા સસ્તામાં મળી રહ્યો છે. આ ઓફર કોઈ ઈકોમર્સ વેબસાઈટ પર નહીં પરંતુ એપલના અધિકૃત પાર્ટનર સ્ટોર પર ઉપલબ્ધ છે.

ક્યાં મળી રહી છે આ ઓફર?

iPhone 16 જ્યારે ભારતમા લોન્ચ થયો ત્યારે તેની શરૂઆતી કિંમત 79,900 રૂપિયા હતી. ગત વર્ષે iPhone 17 ના લોન્ચિંગ બાદ કંપનીએ તેની કિંમતમાં 10,000 રૂપિયાનો સીધો ઘટાડો કર્યો હતો, જેનાથી તેની કિંમત 69,900 રૂપિયા થઈ ગઈ હતી. હવે એપલના પાર્ટનર સ્ટોર iNvent પર આ ફોન માત્ર 63,900 રૂપિયાની શરૂઆતી કિંમતે ખરીદી શકાય છે. આ સિવાય ગ્રાહકો બેંક ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરીને કિંમત હજુ પણ ઘટાડી શકે છે.

એક્સચેન્જ ઓફરનો પણ લાભ

જોકે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ સમર સેલ ચાલી રહ્યું છે, જ્યાં આ ફોન પર આકર્ષક બેંક ઓફર્સ અને એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. જો તમારો જૂનો ફોન સારી સ્થિતિમાં હોય, તો તમે એક્સચેન્જ ઓફર દ્વારા iPhone 16 ને વધુ સસ્તામાં મેળવી શકો છો. જે ગ્રાહકો ઓફલાઈન ખરીદી પસંદ કરે છે તેમના માટે iNvent સ્ટોરની ડીલ સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

iPhone 16 ના દમદાર ફીચર્સ

iPhone 16 માં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ડાયનેમિક આઈલેન્ડ ડિઝાઇન સાથે આવે છે. આ ફોન એપલના લેટેસ્ટ A18 Bionic ચિપસેટ પર કામ કરે છે અને તેમાં ‘એપલ ઇન્ટેલિજન્સ’ એટલે કે AI ફીચર્સ પણ ઉપલબ્ધ છે. ફોટોગ્રાફી માટે પાછળના ભાગમાં 48MP મેઈન કેમેરા અને 12MP સેકન્ડરી કેમેરા છે, જ્યારે સેલ્ફી માટે 12MP કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન USB Type-C ચાર્જિંગ અને iOS 18 ને સપોર્ટ કરે છે.

👉 આ સમાચાર વાચો:
India US AI Cooperation। નવા યુગની તૈયારી! ભારત અને અમેરિકા વચ્ચે AI સહયોગ વધારવા પર મહોર; વિરોધી દેશોના ‘ટેકએકાધિકાર’ ને તોડવા માટે માસ્ટરપ્લાન તૈયાર

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More