Site icon

JioPhone Prima : સસ્તા ફોનમાં સ્માર્ટફોન જેવી સુવિધાઓ, JioPhone Prima થયો લોન્ચ, જાણો તેની કિંમત અને શાનદાર ફીચર્સ વિશે!

JioPhone Prima 4G with compact design, UPI support launched Price, specs and more

JioPhone Prima 4G with compact design, UPI support launched Price, specs and more

News Continuous Bureau | Mumbai 

JioPhone Prima : JioPhone Prima હવે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ બજેટેડ ફોન (Budget phone) માં તેમને સ્માર્ટફોન જેવા ફીચર્સ મળશે. એટલે કે, Kai-OS આધારિત 4G કીપેડ ફોનની કિંમત પણ ઓછી હશે અને કામ પણ સ્માર્ટફોન જેવું હશે. જણાવી દઈએ કે, આ ફોનની કિંમત 2599 રૂપિયા છે.

JioPrima ફોનમાં ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ, ગૂગલ વોઈસ આસિસ્ટન્ટ પણ સપોર્ટ કરે છે. આ સાથે Jio Prima 23 ભાષાઓમાં કામ કરશે. મોટા રિટેલ સ્ટોર્સ ઉપરાંત, ફોનને Reliance Digital.in, JioMart Electronics અને Amazon જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Deepfake video : અભિનેત્રી રશ્મિકા મંદાનાના Deepfake વીડિયો વિવાદ બાદ સરકારનું કડક વલણ, એડવાઇઝરી જાહેર કરી કહી આ વાત!

આ છે ફીચર્સ

JioPhone Primaની ડિઝાઇન એકદમ બોલ્ડ અને પ્રીમિયમ છે. તેમાં 2.4 ઇંચની ડિસ્પ્લે છે. પાવર બેકઅપ માટે 1800mAh બેટરી આપવામાં આવી છે. વીડિયો કોલિંગ અને ફોટોગ્રાફી માટે મોબાઈલના પાછળના અને આગળના ભાગમાં ડિજિટલ કેમેરા આપવામાં આવ્યા છે. મોબાઈલના પાછળના ભાગમાં ફ્લેશ લાઈટ આપવામાં આવી છે. ફોન Jio TV, Jio Cinema, Jio Saavn જેવી પ્રીમિયમ ડિજિટલ સેવાઓથી પણ સજ્જ છે. આ ફોનથી JioPay દ્વારા UPI પેમેન્ટ કરી શકાય છે. જિઓ એ Jio Prima દ્વારા 4G યુઝર્સને ટાર્ગેટ કરવા માગે છે. તમને જણાવી દઈએ કે, ભારતની મોટી વસ્તી હાલમાં 2G નેટવર્ક પર કામ કરી રહી છે, જેઓ 4G કનેક્ટિવિટી સાથે જોડાવા માગે છે. 

 

Exit mobile version