OnePlus Nord CE 6 Lite Sale। OnePlus ની ધમાકેદાર એન્ટ્રી માત્ર ૨૦ હજારમાં મેળવો 7000mAh બેટરીવાળો Nord CE 6 Lite; જાણો ઓફર્સ અને ક્યાંથી ખરીદશો

OnePlus Nord CE 6 Lite Sale। બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને વનપ્લસ સ્ટોર પર સેલ લાઈવ, 144Hz ડિસ્પ્લે અને પાવરફુલ પ્રોસેસર સાથે બજેટ સેગમેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી.

by Zalak Parikh
OnePlus Nord CE 6 Lite Sale। OnePlus ની ધમાકેદાર એન્ટ્રી માત્ર  ૨૦ હજારમાં મેળવો 7000mAh બેટરીવાળો Nord CE 6 Lite; જાણો ઓફર્સ અને ક્યાંથી ખરીદશો

 

News Continuous Bureau | Mumbai

OnePlus Nord CE 6 Lite Sale। વનપ્લસના લેટેસ્ટ સ્માર્ટફોન (Smartphone) ‘OnePlus Nord CE 6 Lite’ નું વેચાણ આજે એટલે કે 12 મે ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા લોન્ચ થયેલા આ ફોનમાં કંપનીએ મધ્યમ વર્ગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને પાવરફુલ બેટરી અને શાનદાર ફીચર્સ આપ્યા છે. Nord CE 6 નું વેચાણ અગાઉ શરૂ થઈ ચૂક્યું છે, અને હવે તેના ‘Lite’ વર્ઝન પર લોકોની નજર છે. આ ફોનમાં સૌથી મોટું આકર્ષણ તેની 7000mAh ની વિશાળ બેટરી છે.

144Hz ડિસ્પ્લે અને પાવરફુલ પ્રોસેસર

OnePlus Nord CE 6 Lite માં 6.72-ઇંચની ફૂલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 144Hz છે. ગેમર્સ માટે આ ફોન ખાસ છે કારણ કે તે શૂટર ગેમ્સમાં 90 FPS સુધીની સ્પીડ આપી શકે છે. પ્રોસેસરની વાત કરીએ તો, તેમાં MediaTek Dimensity 7400 Apex ચિપસેટ છે. કંપનીનો દાવો છે કે AnTuTu ટેસ્ટમાં 10 લાખથી વધુ સ્કોર સાથે આ તેના સેગમેન્ટનો સૌથી ઝડપી ફોન છે. ફોનને ઠંડો રાખવા માટે તેમાં 5,300sqmm ની વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ લગાડવામાં આવી છે.

7000mAh બેટરી અને એઆઈ (AI) કેમેરા

આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની 7000mAh ની બેટરી છે, જે એકવાર ચાર્જ કરવા પર બે દિવસ સુધી ચાલી શકે છે. આ બેટરી 6 વર્ષ સુધી પોતાની ક્ષમતા જાળવી રાખશે તેવો વનપ્લસનો દાવો છે. કેમેરા સેટઅપમાં 50MP નો પ્રાઈમરી સેન્સર છે જે 4K વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે 8MP નો કેમેરા છે. આ ફોનમાં ગૂગલનું Gemini AI પણ ઉપલબ્ધ છે, જે એઆઈ ઈરેઝર અને એઆઈ રીફ્રેમ જેવા આધુનિક ટૂલ્સ પૂરા પાડે છે.

કિંમત અને આકર્ષક બેંક ઓફર્સ

OnePlus Nord CE 6 Lite ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેના બેઝ વેરિએન્ટ (6GB+128GB) ની કિંમત 20,999 રૂપિયા છે, જ્યારે 8GB+128GB વેરિએન્ટ 22,999 રૂપિયા અને ટોપ મોડલ (8GB+256GB) 25,999 રૂપિયામાં મળશે. જોકે, HDFC બેંકના કાર્ડ પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેનાથી તેની અસરકારક કિંમત માત્ર 18,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન વિવિડ મિન્ટ અને હાઈપર બ્લેક એમ બે કલરમાં એમેઝોન અને વનપ્લસ એક્સપિરિયન્સ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે.

👉 આ સમાચાર વાચો:
IPL 2026 Points Table। દિલ્હીની જીતે વધાર્યું પંજાબનું ટેન્શન! પ્લેઓફમાં પહોંચવું હવે અશક્ય? પોઈન્ટ્સ ટેબલના લેટેસ્ટ સમીકરણો પર એક નજર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More