હવે ભારતીય કંપની ટાટા ગ્લોબલ માર્કેટ માટે iPhone બનાવશે, કંપનીનું વેલ્યુએશન 600 મિલિયન ડોલર આસપાસ- વાંચો વિગત

ટાટા કંપની લોકલ અને ગ્લોબલ માર્કેટ બંને માટે iPhoneનું મેન્યુફેક્ચરિંગ શરુ કરશે. તેની જાણકારી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે આપી છે.

by NewsContinuous Bureau
TATA Group to make iphone

News Continuous Bureau | Mumbai 

ટાટા ગ્રુપ ટૂંક સમયમાં આઈફોનનું મેન્યુફેક્ચરિંગ શરુ કરશે. કંપની લોકલ અને ગ્લોબલ માર્કેટ(Global Market) બંને માટે iPhoneનું મેન્યુફેક્ચરિંગ શરુ કરશે. તેની જાણકારી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે આપી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે, હવે ટાટા(TATA Group)ભારતમાં આઈફોનનું મેન્યુરફેક્ચરિંગ કરી શકશે, આ ફક્ત અઢી વર્ષમાં થયું છે.

 

સોશિયલ મીડિયા પર આપી માહિતી

રાજીવ ચંદ્રશેખરે તેના વિશે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. જ્યાં પહેલા દુનિયાભરમાં વેચાતા મોટા ભાગના આઈફોન ચાઈનામાં મેન્યુફેક્ચર થતા હતા. તે હવે ભારતમાં ધીમે ધીમે આઈફોનનું મેન્યુફેક્ચરિંગ(Manufacturing) થવા લાગશે. જો કે, થોડા સમય પહેલા સુધી ભારતમાં જુના આઈફોન મોડલ્સને એસેંબલ કરવામાં આવી રહ્યા હતા.

 

કંપનીનું વેલ્યુએશન 600 મિલિયન ડોલર આસપાસ છે

વિસ્ટ્રોન ફેક્ટરીનું વેલ્યુએશન(Valuation) 600 મિલિયન ડોલર આસપાસ છે. આ ડીલ અંગે લગભગ એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. આ ફેક્ટરી iPhone 14 મોડલના ઉત્પાદન માટે જાણીતી છે. આ ફેક્ટરીમાં 10,000 થી વધુ લોકો કામ કરે છે.

 

iPhone 15 સિરીઝ 12 સપ્ટેમ્બરના રોજ લૉન્ચ કરવામાં આવી 

કેલિફોર્નિયાની ટેક કંપની એપલે 12 સપ્ટેમ્બરે તેની Wanderlust ઇવેન્ટમાં iPhone 15 સિરીઝને રૂ. 79,990ની શરૂઆતની કિંમતે લૉન્ચ(launch) કરી હતી. કંપનીએ વોચ સીરીઝ 9 અને વોચ અલ્ટ્રા 2 પણ રજૂ કરી છે. 

 

ટાઇટેનિયમનો ઉપયોગ

આ વખતે iPhone-15માં 48-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે. iPhone 15 અને 15 Plusમાં A16 Bionic ચિપ આપવામાં આવી છે. તે જ સમયે, A17 Pro ચિપ iPhone 15 Pro અને Pro Maxમાં ઉપલબ્ધ થશે. પ્રો મોડલ્સની બોડીમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

આ સમાચાર પણ વાંચોઃ આ છે દુનિયાનું સૌથી અનોખું ગામ, જ્યાં તમામ લોકો જમીનની અંદર ઘર બનાવીને રહે છે- વાંચો આ રોચક જગ્યા વિશે

Join Our WhatsApp Community

You may also like