News Continuous Bureau | Mumbai
TVS Fiero 125cc:જાણીતી બાઇક નિર્માતા ટીવીએસ તેની નવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીને 100cc સેગમેન્ટની બાઇક્સમાં ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ કારણે કંપની હવે 125 સીસી સેગમેન્ટમાં પ્રવેશવા જઈ રહી છે. કંપની પાસે હાલમાં 100cc અને 110cc સેગમેન્ટ(specification)માં બાઇક છે. જોકે, કંપની હવે TVS 125cc બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
નવા મોડલ અને નવા એન્જિન સાથે લોન્ચ
ભારતીય માર્કેટમાં ઝડપથી વધી રહેલા 125 સીસીના માર્કેટને જોતા કંપની હવે આ સેગમેન્ટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કંપની પોતાની જૂની બાઇક Fieroને 125cc સેગમેન્ટમાં લોન્ચ કરી શકે છે. Fieroના નવા મોડલ અને નવા એન્જિન સાથે કંપની આ બાઇકને વધુ આકર્ષક બનાવવા જઈ રહી છે. જાણકારી અનુસાર, કંપની TVS Fiero 125ccને ટૂંક સમયમાં લોન્ચ(launch soon) કરી શકે છે.
ભારતીય બજારમાં આ બાઈક Honda SP 125, હીરો ગ્લેમર એક્સટેક(Hero Glamour Xtec) અને બજાજ પલ્સર (Bajaj Pulsar) 125 cc જેવી બાઈક(Bike)સાથે સ્પર્ધા કરે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય બજારમાં આ બાઈક સાથે સ્પર્ધા કરવી અને Fieroને પોતાનું સ્થાન બનાવવું થોડું મુશ્કેલ છે કારણ કે લોકોને આ બાઈક્સ પર પહેલેથી જ વિશ્વાસ છે.
એન્જીન અને કિંમત
TVS Fiero 125cc એન્જિન વિશે વાત કરીએ તો તે 11 BHPનો પાવર અને 10.8 NMનો પીક ટોર્ક જનરેટ કરશે. જો કે, બાઇકના ફીચર્સ અને એન્જિનને લઇને કોઇ માહિતી સામે આવી નથી. જો કિંમતની વાત કરીએ તો આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત(price) લગભગ 70 હજાર રૂપિયા હોઈ શકે છે.
