Vodafone 5G Services : વોડાફોને મુંબઈમાં 5G સેવાઓ શરૂ કરી, જાણો નવો પ્લાન

Vodafone 5G Services : મુંબઈમાં વોડાફોન ની 5G સેવાઓનો પ્રારંભ, ગ્રાહકોને મળશે શ્રેષ્ઠ કનેક્ટિવિટી અનુભવ

by kalpana Verat
Vodafone 5G Services Vodafone Launches 5G Services in Mumbai with unmatched value

  News Continuous Bureau | Mumbai 

Vodafone 5G Services :  અગ્રણી ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયા (Vi) એ આજે મુંબઈમાં તેની 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે શહેરના ગ્રાહકોને ફાસ્ટ કનેક્ટિવિટી આપશે. આ રોલઆઉટ સાથે, વોડાફોન વ્યાપક કવરેજ અને સ્પર્ધાત્મક કિંમતો સાથે હવે જીઓ સાથે ટક્કર લેવા તૈયાર થઈ રહ્યું છે.

Vodafone 5G Services : 5G સેવાઓની વિશેષતાઓ

Text: વોડાફોનની 5G સેવાઓ મુંબઈ શહેરમાં ઉપલબ્ધ થશે, પોતાના નિવેદનમાં કંપનીએ જણાવ્યું છે કે તેણે ગ્રાહકોને સર્વિસ આપવા માટે 5જીની સાથે વધુ અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપયોગકર્તાઓને શ્રેષ્ઠ કનેક્ટિવિટી અનુભવ સુનિશ્ચિત કરવા માટે, વોડાફોને નોકિયા સાથે ભાગીદારી કરી છે. આ નેટવર્કને વધુ ટકાઉ બનાવવા માટે, વોડાફોને એઆઈ આધારિત સોન (SON) સિસ્ટમ પણ તૈનાત કરી છે, જે સતત નેટવર્ક પ્રદર્શનને ઑપ્ટિમાઇઝ કરે છે.

આ સમાચાર પણ વાંચો: Smartphones Launching this Week : નવો ફોન લેવો છે? આ અઠવાડિયે લોન્ચ થનારા સ્માર્ટફોન વિશે જાણો: Realme P3 Ultra, Google Pixel 9a અને વધુ

Vodafone 5G Services : 5G ઇન્ટ્રોડક્ટરી ઓફર

Text: વોડાફોનની 5G પ્રારંભિક ઓફર સબ્સ્ક્રાઇબર્સ માટે અનલિમિટેડ 5G ડેટા ફક્ત રૂ. 299 થી શરૂ થાય છે, જે બજારમાં સૌથી સ્પર્ધાત્મક કિંમતોમાંની એક છે. આ સેવા વિડિઓઝ અને ઓટીટી એપ્સ જોવા, ઑનલાઇન ગેમિંગ, વિડિઓ કૉલ્સ અને કોન્ફરન્સિંગ અને ડાઉનલોડ્સ જેવી પ્રવૃત્તિઓ માટે વપરાશકર્તા અનુભવને વધારશે. તેવું કંપનીએ પ્રેસનોટમાં જણાવ્યુ હતું.

 

Join Our WhatsApp Community

You may also like