Site icon News Continuous Bureau | Mumbai

War Of Future: વોર ઓફ ફ્યુચર, રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે થઈ જોરદાર લડાઈ; જુઓ વાયરલ વિડીયો

War Of Future: કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ટેકનોલોજી આ હદ સુધી પહોંચી જશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોથી સંકેત મળે છે કે માનવ દુનિયા હવે ખતરામાં છે. આ વીડિયોમાં, એક મશીન યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યાં માણસોની જરૂરિયાત સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે.

War Of Future Robot dog battles drone in fireworks fight, sparking future warfare concerns

War Of Future Robot dog battles drone in fireworks fight, sparking future warfare concerns

News Continuous Bureau | Mumbai

War Of Future: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે લડાઈ થતી જોવા મળે છે. જેને લોકો “ભવિષ્યનું યુદ્ધ” કહી રહ્યા છે. વીડિયોમાં, એક રોબોટ ડોગ અને ડ્રોન એકબીજા પર મશીન ગન વડે કરીને એકબીજા પર હુમલો કરતા જોઈ શકાય છે. આ વીડિયો જોયા પછી ઘણા લોકો ચોંકી ગયા, જ્યારે ઘણા લોકો તેને માનવતાના ભવિષ્ય માટે ખતરો ગણાવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

War Of Future: એકબીજા સાથે લડતા મશીનો

આ વીડિયો ચીનનો હોવાનું કહેવાય છે. જ્યાં એક ડ્રોન અને રોબોટ ડોગ વચ્ચે ભીષણ લડાઈ જોવા મળી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ મશીનથી બનેલા એકબીજા પર જોરદાર ગોળીબાર કરી રહ્યા છે. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વીડિયો AI જનરેટ કરેલો છે કે વાસ્તવિક. ઉપરાંત, એ પણ કહી શકાતું નથી કે આ મશીનોને કોઈ નિયંત્રિત કરી રહ્યું છે કે નહીં. વીડિયોમાં દેખાતા યુદ્ધનું ચોક્કસ સ્થાન પણ જાણી શકાયું નથી.

 War Of Future: લોકોએ વીડિયો પર આપી પ્રતિક્રિયા 

આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.  જે @clashreport નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર ટિપ્પણી કરી છે અને યુદ્ધની આ નવી પદ્ધતિ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું – “માનવતા હવે જોખમમાં.” બીજાએ લખ્યું – “તેનો હેતુ શું છે? મને ખાતરી છે કે આનાથી માનવ જીવ નહીં જાય. ત્રીજાએ લખ્યું – “ભવિષ્યમાં યુદ્ધો આવા જ હશે.”

આ સમાચાર પણ વાંચો : DeepSeek AI : ડ્રેગનના આ AI મોડલથી અમેરિકામાં ખળભળાટ, બીજાને ટેંશન આપનાર ટ્રમ્પ પરેશાન.. આઇટી કંપનીઓને આપી દીધા આદેશ

WhatsApp New Feature મેસેજ મોકલીને ડિલીટ કરવાની ઝંઝટ ખતમ, વોટ્સએપ પર આવી રહ્યું છે મોટું ફીચર; જાણી લો કેવી રીતે કરશે કામ
Apple Wearable Tech એપલનું નવું ડિવાઇસ ‘કેમેરા’ વાળા AirPods કે Smart Glasses? iOS 27 ના કોડથી થયો મોટો ખુલાસો
WhatsApp Username Feature વોટ્સએપના નવા ‘યુઝરનેમ ફીચર’ પર વિવાદ સરકારના નોટિસ બાદ મેટાએ આપી સ્પષ્ટતા
Smartphone Users Alert સ્માર્ટફોન યુઝર્સ સાવધાન પર્સનલ ડેટા સુરક્ષિત રાખવા માટે તરત જ અનઈન્સ્ટોલ કરો આ એપ્સ
Exit mobile version