News Continuous Bureau | Mumbai
Whatsapp Feature: વિશ્વભરમાં લાખો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપને કારણે આપણને કોઈપણ માહિતી એક માત્ર ક્લિકમાં મળી જાય છે. WhatsApp અવાર નવાર યૂઝર્સ માટે અલગ-અલગ ફિચર્સ લૉન્ચ કરતું રહે છે. વોટ્સએપે હાલમાં જ ગ્રુપ ડિસ્ક્રિપ્શન કોમ્યુનિટીઝ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર ના કારણે યુઝર્સ ગ્રુપમાં જોડાતા પહેલા ગ્રુપ વિશે જાણકારી મેળવી લે છે.
📝 WhatsApp for iOS 24.16.75: what’s new?
WhatsApp is widely rolling out a feature to prompt group descriptions for communities to everyone!https://t.co/8tOIfbSPpP pic.twitter.com/0fYRoqzdUR
— WABetaInfo (@WABetaInfo) August 11, 2024
Whatsapp Feature: WABetaInfo આગામી ફીચર્સ પર નજર રાખે
WABetaInfo, જે વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખે છે, તેણે તેના અહેવાલમાં જણાવ્યું છે કે કે કમ્યુનિટી માટે ગ્રુપ ડિસ્ક્રિપ્શન સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવું ફીચર WhatsApp ફોર Ios વર્ઝન 24.16.72માં ઉપલબ્ધ થશે. ગૃપનું ડિસ્ક્રિપ્શન આમાં પહેલેથી જ જોઈ શકાય છે. આનો એક સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે હવે વિકલ્પ તરીકે ગ્રુપ ડિસ્ક્રિપ્શન લખવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.
Whatsapp Feature: યુઝર્સને થશે ફાયદો..
વોટ્સએપ ઘણીવાર યુઝર્સને પૂછ્યા વિના ગ્રુપ્સમાં ઉમેરવામાં આવે છે અથવા આમંત્રિત કરવામાં આવે છે. પરંતુ આ ગ્રુપ બનાવવાનું કારણ અને શું ફાયદો થશે તે અંગે કોઈ માહિતી હોતી નથી. એટલા માટે આ નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરમાં યુઝર્સને ગ્રુપમાં એડ કરતા પહેલા તેની સંપૂર્ણ માહિતી મળે છે. આનાથી તેમને ગ્રૂપના સભ્યો વિશે અથવા ગ્રૂપની રચના શા માટે કરવામાં આવી હતી તેની માહિતી મળશે.
આ સમાચાર પણ વાંચો: WhatsApp Update: સેમસંગથી લઈને આઈફોન સુધીના કુલ 35 સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ, જુઓ આખી સૂચિ..
હાલમાં આ નવી સુવિધા માત્ર iOS એપમાં જ ઉપલબ્ધ છે. આ ફીચર આગામી દિવસોમાં તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં લોન્ચ કરવામાં આવશે.
Whatsapp Feature: પ્રોફાઇલમાં એનિમેટેડ અવતાર
આ સાથે વોટ્સએપ વધુ એક ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં યુઝરનો એનિમેટેડ અવતાર પ્રોફાઈલ સ્ક્રીન પર દેખાશે. આ અવતાર વપરાશકર્તાઓ દ્વારા કસ્ટમાઇઝ કરી શકાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)