News Continuous Bureau | Mumbai
Whatsapp Feature : વિશ્વભરમાં લાખો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપને કારણે આપણને કોઈપણ માહિતી એક માત્ર ક્લિકમાં મળી જાય છે. WhatsApp અવાર નવાર યૂઝર્સ માટે અલગ-અલગ ફિચર્સ લૉન્ચ કરતું રહે છે. હવે આ જ ક્રમ માં Meta ટૂંક સમયમાં તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત એપના યુઝર ઈન્ટરફેસમાં પણ ફેરફાર કરી શકે છે. તાજેતરમાં, એપના ઘણા ફીચર્સ બીટા વર્ઝનમાં જોવામાં આવ્યા છે, જેમાં Meta AI નો વોઈસ મોડ, ડાયરેક્ટ રિપ્લાય, GIPHY સ્ટિકર્સ વગેરેનો સમાવેશ થાય છે. આમાંના કેટલાક ફીચર્સ WhatsApp માટે પણ લાવવામાં આવી રહ્યા છે. આ તમામ ફીચર્સ આવ્યા બાદ એપનો ઉપયોગ કરવાનો અનુભવ બદલાઈ જવાનો છે.
Whatsapp Feature : GIPHY ફીચર રોલ આઉટ
WhatsAppએ iOS યુઝર્સ માટે લેટેસ્ટ વર્ઝન 24.17.78માં આ ફીચર એડ કર્યું છે. વપરાશકર્તાઓ હવે એપ્લિકેશનમાં GIPHY સ્ટિકર્સ શોધી શકે છે અને તેમને તેમના મિત્રો અને પ્રિયજનોને મોકલી શકે છે. આ સિવાય યુઝર્સ તેમની સગવડતા મુજબ તેમના GIPHY સ્ટિકર્સ પણ ગોઠવી શકે છે. આ માટે, યુઝર્સે સ્ટીકર ટ્રેમાં એક સ્ટીકર પેક પસંદ કરવું પડશે અને તેને ઉપરની તરફ ખસેડવું પડશે. વોટ્સએપનું આ ફીચર યુઝર્સના એકંદર મેસેજિંગ અનુભવને બહેતર બનાવશે.
આ સમાચાર પણ વાંચો: WhatsApp Update: ઇન્સ્ટાગ્રામ જેવું જ આ ફીચર હવે વોટ્સએપ પર આવ્યું, સ્ટેટસ અપડેટ અને મેસેજ બ્લૉકિંગમાં યુઝર્સને મળશે આ જોરદાર સુવિધા
Whatsapp Feature : ડાયરેક્ટ રિપ્લાય
વોટ્સએપમાં હવે યુઝર્સને મીડિયા વ્યૂઅર સ્ક્રીન પરથી ડાયરેક્ટ રિપ્લાય અને રિએક્શન ફીચર મળવાનું શરૂ થશે. WhatsAppનું આ ફીચર હાલમાં iOS વર્ઝન 24.12.10.72માં જોવા મળે છે. જોકે, આ ફીચર હાલમાં માત્ર બીટા યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે.
Whatsapp Feature : મેટા એઆઈ વોઈસ મોડ ફીચર્સ
આ સિવાય WhatsAppએ Meta AI માટે વૉઇસ મોડ ફીચર ઉમેર્યું છે. WhatsAppનું આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.18.18માં જોવા મળ્યું છે. યુઝર્સ Meta AI ના ચેટ ઓપ્શનમાં વોઈસ કમાન્ડ સાથે વાતચીતની આ સુવિધા જોઈ શકે છે. માત્ર પસંદ કરેલા બીટા ટેસ્ટર્સ જ આ સુવિધાને ઍક્સેસ કરી શકશે.
Whatsapp Feature : યુઝરનેમ ફીચ
આ સિવાય વોટ્સએપ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની જેમ યુઝરનેમ ફીચર પણ લાવવા જઈ રહ્યું છે. WhatsApp છેલ્લા એક વર્ષથી આ ફીચર પર કામ કરી રહ્યું છે. હાલમાં જ WhatsAppનું આ ફીચર લેટેસ્ટ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. વોટ્સએપનું આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેના લેટેસ્ટ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.