Site icon

WhatsApp India: IT નિયમો મામલે સરકાર અને મેટા આમને-સામને, વોટ્સએપે કહ્યું- … તો અમે ભારત છોડી દઈશું; જાણો કારણ..

WhatsApp India:ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં એન્ક્રિપ્શન હટાવવાની ના પાડી દીધી છે અને સ્પષ્ટ કહ્યું છે કે જો તેને એન્ક્રિપ્શન હટાવવાનું કહેવામાં આવશે તો તે ભારત છોડી દેશે.

WhatsApp IndiaWill leave country if forced to end encryption WhatsApp tells Delhi HC

WhatsApp IndiaWill leave country if forced to end encryption WhatsApp tells Delhi HC

News Continuous Bureau | Mumbai

WhatsApp India: મેટાની માલિકીની મેસેજિંગ એપ WhatsApp અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો  છે. હવે આ લડાઈ છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. મહત્વનું છે કે સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપે મેસેજનો સોર્સ જાહેર કરવો પડશે, એટલે કે પહેલીવાર મેસેજ ક્યારે અને ક્યાંથી મોકલવામાં આવ્યો તેની માહિતી આપવી પડશે. આ મુદ્દે WhatsAppનું કહેવું છે કે આ માટે એન્ક્રિપ્શનને તોડવું પડશે અને આ તેની પ્રાઈવસી પોલિસી ( Whatsapp Privacy policy ) ની વિરુદ્ધ છે. વોટ્સએપે દલીલની છે કે આ નિયમો એનક્રિપ્શન તેમજ યુઝર્સની ગોપનીયતાને નબળી પાડે છે. તે ભારતના બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળ બાંયધરી આપવામાં આવેલ વપરાશકર્તાઓના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે.

Join Our WhatsApp Community

WhatsApp India.. તો અમે દેશ છોડી દઈશું 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં એન્ક્રિપ્શન હટાવવાની ના પાડી દીધી છે અને સ્પષ્ટ કહ્યું છે કે જો તેને એન્ક્રિપ્શન હટાવવાનું કહેવામાં આવશે તો તે ભારત છોડી દેશે. ( Whatsapp Band thai jase ?) વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે જો તેને મેસેજ એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારતમાં અસરકારક રીતે બંધ થઈ જશે. મેટાની માલિકી ધરાવતી કંપની WhatsAppએ કહ્યું કે તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સુનિશ્ચિત કરીને વપરાશકર્તાઓની ગોપનીયતાને સુરક્ષિત કરે છે. આ દ્વારા, તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે ફક્ત મોકલનાર અને પ્રાપ્તકર્તા જ અંદરની સામગ્રીને જાણી શકે છે. 

WhatsApp India મેસેજની સંપૂર્ણ ચેઈન તૈયાર રાખવી પડશે 

રિપોર્ટ અનુસાર, વોટ્સએપ વતી હાજર વકીલએ કહ્યું કે, દુનિયામાં બીજે ક્યાંય આવો કોઈ નિયમ નથી. બ્રાઝિલમાં પણ નહીં. જો ખરેખર આવું કરવામાં આવે તો અમારે મેસેજની ( Whatsapp message privacy ) સંપૂર્ણ ચેઈન તૈયાર રાખવી પડશે, કારણ કે અમને ખબર નથી કે કયા મેસેજને ડિક્રિપ્ટ કરવાનું કહેવામાં આવશે. આનો અર્થ એ છે કે લાખો પર લાખો સંદેશાઓને ઘણા વર્ષો સુધી સંગ્રહિત કરવા પડશે.

WhatsApp India IT નિયમો ક્યારે અમલમાં આવ્યા?

વાસ્તવમાં મેટાની કંપની વોટ્સએપે આઈટી નિયમો 2021 ને ( Whatsapp  encryption IT Rule ) પડકાર ફેંક્યો છે. ખાસ વાત એ છે કે ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના 400 મિલિયન એટલે કે 40 કરોડથી વધુ યુઝર્સ છે. જે તેને આ પ્લેટફોર્મ માટે સૌથી મોટું માર્કેટ બનાવે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Coastal Road: મુંબઈમાં મુસાફરી સરળ બનશે, બાંદ્રા-વરલી સી લિંક કોસ્ટલ રોડ સાથે જોડાયો; આજે થયુ આ પડકારજનક કામ..

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી, 2021ના રોજ ‘ઇન્ફોર્મેશન ટેક્નોલોજી’ (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021ની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ આઇટી નિયમોનું પાલન કરવું પડશે. આ સિવાય જો કોઈ મેસેજને લઈને ફરિયાદ કરવામાં આવે તો કંપનીએ જણાવવું પડશે કે તે મેસેજ પહેલીવાર ક્યારે અને ક્યાંથી મોકલવામાં આવ્યો હતો.

WhatsApp India એન્ક્રિપ્શન શું છે? 

WhatsApp તેના મેસેજિંગ પ્લેટફોર્મ માટે એન્ક્રિપ્શન નો ( what is Whatsapp  encryption )  ઉપયોગ કરે છે. એન્ક્રિપ્શનનો અર્થ એ છે કે તમારા દ્વારા મોકલવામાં આવેલા સંદેશ વિશેની માહિતી ફક્ત તમને અને તમે જેને મોકલ્યો છે તે વ્યક્તિ જ જાણે છે. કંપની પાસે પણ તમારા મેસેજ, તમે શું મોકલ્યું છે તેની માહિતી નથી, એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિ તમારો મેસેજ વાંચી શકતી નથી.

PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
PM Modi: પીએમ મોદીનો જન્મદિવસ: ક્યારેક માતાના આશીર્વાદ લીધા, ક્યારેક કર્યા ઉદ્ઘાટન,જાણો પીએમ બન્યા બાદ તેમને કેવી રીતે ઉજવ્યો જન્મદિવસ
Supreme Court: ‘જાઓ, ભગવાનને જાતે કંઈક કરવા કહો…’: સુપ્રીમ કોર્ટે ખજુરાહોમાં તૂટેલી પ્રતિમા બદલવાની અરજી ફગાવતા કહી આવી વાત
Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Exit mobile version