Site icon

બદલાતી ઋતુમાં સ્વસ્થ રહેવા માંટે તમારી ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, દૂર ભાગશે બીમારીઓ

6 superfoods that you should add to your diet

બદલાતી ઋતુમાં સ્વસ્થ રહેવા માંટે તમારી ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, દૂર ભાગશે બીમારીઓ

News Continuous Bureau | Mumbai

ઘણી વખત, હવામાનમાં ફેરફારને કારણે, સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત ની સાથે, આરોગ્યપ્રદ આહાર લેવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. હાલ દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં H3N2 કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધુ જરૂરી બની જાય છે. ચાલો જાણીએ. તમે એવા કયા સુપરફૂડ્સને ડાયટમાં સામેલ કરી શકો છો, જે તમને આ ચેપથી બચાવવામાં મદદ કરે.

Join Our WhatsApp Community

સ્પ્રાઉટ્સ

તમે આહારમાં સ્પ્રાઉટ્સનો સમાવેશ કરી શકો છો. ફણગાવેલો મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામીન અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન K પણ હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. ખાસ તો આયર્ન સુપાચ્ય બને છે એટલે લોહીમાં હિમોગ્લોબિન વધે છે અને રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.

વિટામિન સી

તમે તમારા આહારમાં વિટામિન સીથી ભરપૂર ખોરાકનો પણ સમાવેશ કરી શકો છો. વિટામિન સીથી સમૃદ્ધ ખોરાકમાં સાઇટ્રસ ફળો જેમ કે નારંગી, આમળા, કેપ્સીકમ અને ટામેટા વગેરેનો સમાવેશ થાય છે.

દહીં

દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે ફ્લૂ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. દહીં પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો :  માછલીને ખાવાની ફરાકમાં હતી બિલાડી, કૂતરાએ આ રીતે બચાવ્યો તેનો જીવ.. જુઓ હ્રદયસ્પર્શી વીડિયો

લસણ

લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આ બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરી શકે છે. આ કારણે, તમે શરદી અથવા ફ્લૂનું જોખમ પણ ઘટાડી શકો છો.

પપૈયા

પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં પેપેઈન એન્ઝાઇમ હોય છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તમે તેને સલાડના રૂપમાં ખાઈ શકો છો.

સરગવો

સરગવો એટલે કે ડ્રમસ્ટિક, વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે. જો તમને શરદી અથવા ગળામાં બળતરા થતી હોય તો સરગવાની સીંગનું સુપ પીવાથી રાહત મળે છે. સરગવાના પાંદડા સામાન્ય રીતે રોગનિવારક ગુણધર્મો ધરાવતા હોય છે. તેમજ અસ્થમા, શ્વસનતંત્ર તેમજ અન્ય મુશ્કેલીઓનો સામનો કરવા માટે ફાયદાકારક છે.તે માં થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન અને વિટામિન B12 હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો :  આઠ ઘુવડ ના બચ્ચા એક સાથે, આવું મનોહર દ્રશ્ય તમે કદી નહીં જોયું હોય. જુઓ વિડિયો

Cracking Fingers: શું આંગળીઓ ના ટચાકા ફોડવા થી થાય છે ગઠિયા? ડૉક્ટરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Health Insight: 21 દિવસ સુધી ઘઉંની રોટલી ન ખાવાથી શરીરમાં શું ફેરફાર આવે છે? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
Turmeric-Amla Water: આ રીતે પીવો હળદર-આમળાનું પાણી, વજન તો ઘટશે જ સાથે સાથે સાંધાના દુખાવામાં પણ આપશે રાહત
Sunflower Seeds: તમે પણ તમારા નાસ્તા માં સામેલ કરો એક મુઠ્ઠી સૂર્યમુખી બીજ, મળશે એવા ફાયદા કે આ આદત છોડવી નહીં ગમે!
Exit mobile version