Site icon

કામનું / ડાયાબિટીસના દર્દીને દરરોજ ઊંઘતા પહેલાં કરવું જોઈએ આ 5 કામ, કન્ટ્રોલમાં આવી જશે સુગર

જો તમે ડાયાબિટીસના દર્દી છો અને બ્લડ શુગર લેવલને નીચે લાવવા માગો છો તો રોજ સૂતા પહેલા કરો આ 5 કામ.

A diabetic patient should do these 5 things before sleeping every day, sugar will come under control

કામનું / ડાયાબિટીસના દર્દીને દરરોજ ઊંઘતા પહેલાં કરવું જોઈએ આ 5 કામ, કન્ટ્રોલમાં આવી જશે સુગર

News Continuous Bureau | Mumbai

Night Routine For Diabetes Patient: ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે, જેને સમયસર કાબૂમાં ન લેવાથી હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક, સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવા રોગોનું જોખમ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર હાઈ હોય છે. જો કે, આ રોગની સૌથી સારી બાબત એ છે કે યોગ્ય આહાર અને જીવનશૈલીની મદદથી આ રોગની અસરને ઘટાડી શકાય છે. ડાયાબિટીસ એક ગંભીર રોગ હોઈ શકે છે, પરંતુ જો સતર્ક રહીને ભોજનનું ધ્યાન રાખવામાં આવે તો બ્લડ સુગરના લેવલને નિયંત્રણમાં લાવવામાં સરળતા રહે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો અને બ્લડ શુગર લેવલને નીચે લાવવા માગો છો તો રોજ સૂતા પહેલા કરો આ 5 કામ.

ઊંઘતા પહેલા કરો આ 5 કામ

  1. લેટ નાઈટ સ્નેકિંગ છોડો

ગ્લુકોઝના લેવલને કન્ટ્રોલ કરવા માટે, તમારે સૌથી પહેલાં લેટ નાઈટ સ્નેકિંગ (મોડી રાત્રે નાસ્તો કરવું) છોડવો પડશે. રાત્રે કંઈપણ ખાવાનું ટાળો, જેના કારણે શુગરનું લેવલ વધવાનું જોખમ ઉત્પન્ન થાય છે.

Join Our WhatsApp Community
  1. કેમોમાઈલ ચા

રોજ રાત્રે સુતા પહેલા એક કપ કેમોમાઇલ ચા પીવાની ટેવ પાડો. આ ચામાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો હોવાથી તે બ્લડ સુગરના લેવલને કન્ટ્રોલ કરવા માટે કામ કરી શકે છે.

  1. પાણીમાં પલાળેલી બદામ

દરરોજ રાત્રે ઊંઘટા પહેલાં 7 બદામ પલાળીને ખાવાથી શુગરના લેવલને કન્ટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. બદામમાં ટ્રિપ્ટોફેન અને મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે, જે ઊંઘની ગુણવત્તા સુધારવાનું કામ કરે છે. આ સિવાય તે લેટ નાઈટ ફૂડ ક્રેવિંગને પણ શાંત કરે છે.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Metro : મુંબઇ મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર, મળશે 5 લાખ રૂપિયા સુધીનો વીમો… જાણો સંપૂર્ણ સ્કીમ

  1. પાણીમાં પલાળેલા મેથીના બીજ

મેથીના દાણામાં હાઈપોગ્લાયકેમિક ગુણો જોવા મળે છે, જે બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ છે. ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી મેથીના દાણા પાણીમાં પલાળીને ખાવા જોઈએ.

  1. વજ્રાસન

દરેક વ્યક્તિએ રાત્રિભોજન પછી અને સૂતા પહેલા 15 થી 20 મિનિટ વજ્રાસનમાં બેસવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ પણ આ કામ દરરોજ કરવું જોઈએ. આ માત્ર ખોરાકને ઝડપથી પચાવવામાં અને બહેતર રક્ત પરિભ્રમણને જાળવવામાં મદદ નથી કરતો, પરંતુ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

6-6-6 walking trend: વોકિંગનો 6-6-6 ટ્રેન્ડ થયો વાયરલ, ડોક્ટરો કહે છે: વજન ઘટાડવા અને હાર્ટ હેલ્થ માટે અસરકારક
Breast cancer check at home: હવે તમે પણ ઘર માં કરી શકો છે બ્રેસ્ટ કેન્સર ની તપાસ, ડોકટરો એ બતાવ્યા આવા સરળ ઉપાય
Health Test: શું તમે પણ 30 વર્ષ ના થઇ ગયા છો? તો આ હેલ્થ ટેસ્ટ જરૂર કરાવજો, ડોક્ટરોએ આપી સલાહ
Fatty Liver: જો તમને પણ હાથ પર આવા ફેરફાર દેખાય તો ના કરશો તેની અવગણના, હોઈ શકે છે ફેટી લિવરના પ્રારંભિક સંકેત
Exit mobile version