Site icon

કુદરતે આપેલું સંજીવની એટલે કે નારિયેળ પાણીના છે અઢળક ફાયદા, જાણીને આજથી જ શરૂ કરી દેશો પીવાનું

'તરોફા એટલે કે નારિયેળ પાણી મળે છે મોંઘુ પરંતુ સ્વાસ્થ્ય માટે ઘણું હિતદાયક છે.' શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી રોગોથી સુરક્ષિત રાખવામાં ખૂબ અસરકારક છે.

Amazing Health Benefits of Coconut Water

કુદરતે આપેલું સંજીવની એટલે કે નારિયેળ પાણીના છે અઢળક ફાયદા, જાણીને આજથી જ શરૂ કરી દેશો પીવાનું

News Continuous Bureau | Mumbai

‘તરોફા’ એટલે કે નારિયેળ પાણી મળે છે મોંઘુ પરંતુ સ્વાસ્થ્ય માટે ઘણું હિતદાયક છે. શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી રોગોથી સુરક્ષિત રાખવામાં ખૂબ અસરકારક છે. રોજ નારિયેળ પાણી પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની ઉણપથી રાહત મળે છે. 

Join Our WhatsApp Community

ઠંડક આપનારું આ નારિયેળ પાણી ઉનાળાની તરસ તો છીપાવે જ છે. સાથે શરીરને અંદરથી ઠંડક પ્રદાન કરે છે. ગરમીના દિવસોમાં નારિયેળ પાણી લૂ લાગવી, ચક્કર, અશક્તિ જેવી સમસ્યાઓથી બચાવે છે. 

આ સમાચાર પણ વાંચો: બ્યુટી ટિપ્સ : ફેસ પર બ્લીચ કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, જાણો ક્યારે ન કરાવવું જોઈએ બ્લીચ..

સવારે ખાલી પેટ તરોફા પીવાથી ચયાપચયમાં સુધારો થાય છે અને વજન પણ ઘટે છે. તેમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા ઈલેક્ટ્રોલાઈટ્સ મળી આવે છે. જે તમને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. નાળિયેર પાણી શરીરના મેટાબોલિક રેટને સુધારવામાં મદદ કરે છે.

 નાળિયેર પાણીમાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ ઓછી હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે ને કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખે છે, કીડની સ્ટોન દૂર કરવામાં તો રામબાણ છે, બ્લડપ્રેસર થી બચાવે છે, સ્વસ્થ ત્વચા પ્રદાન કરે છે, ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ જો તમને શરદી હોય ત્યારે નાળિયેર પાણીનું સેવન ટાળવું જોઈએ કારણ કે તેની તાસીર ઠંડક પ્રદાન કરે છે.

Stroke Risk : 45 પછી મહિલાઓ રહે સતર્ક! મેનોપોઝ પછી 1.6 ગણા વધી જાય છે સ્ટ્રોકનો ખતરો
Dark Chocolate and Berries: ડાર્ક ચોકલેટ અને બેરીઝથી વધશે યાદશક્તિ, સ્ટ્રેસ પણ થશે ઓછો – સ્ટડીમાં થયો ખુલાસો
Vitamin D Deficiency India: આકરો તડકો હોવા છતાં ભારતીયોમાં કેમ થાય છે વિટામિન-ડીની ઉણપ? જાણો આ 3 સામાન્ય ભૂલો
Post-Diwali Immunity Tips: દિવાળી પછી હવામાનમાં અચાનક ફેરફારથી ઇમ્યુનિટી નબળી પડી શકે છે, રાખો આ બાબતોનું ખાસ ધ્યાન
Exit mobile version