Arthritis Patients: અર્થરાઇટિસના દર્દીઓ ભૂલથી પણ ના કરતા આ ભૂલો, વધે છે સાંધાના દુખાવા અને સોજો

Arthritis Patients: અર્થરાઇટિસના દર્દીઓ માટે દોડવું, ખોટા પોઝ્ચર, ગરમ પેક — આ બધું સાંધા માટે નુકસાનકારક, જાણો શું કરવું અને શું ટાળવું

by Zalak Parikh
Arthritis Patients Must Avoid These Mistakes to Prevent Joint Pain and Damage

News Continuous Bureau | Mumbai

Arthritis Patients: અર્થરાઇટિસ એટલે સાંધાના દુખાવા, સોજો અને જકડન થી જોડાયેલી સમસ્યા. હવે આ બીમારી માત્ર વૃદ્ધાવસ્થાની નહીં રહી, પણ યુવા લોકોમાં પણ જોવા મળે છે. તબીબો અને રિસર્ચ અનુસાર, કેટલીક સામાન્ય ભૂલો દર્દીઓના દુખાવાને વધુ ગંભીર બનાવી શકે છે.

ટાળવા જેવી 5 મુખ્ય ભૂલો

  1. દોડવું અને જમ્પિંગ કરવું – દોડવાથી ઘૂંટણ પર સીધો દબાણ પડે છે, જે નુકસાનકારક છે. સ્કિપિંગ, હાઈ-ઇમ્પેક્ટ એરોબિક્સ પણ ટાળવા જેવી છે.
  2. અચાનક દિશા બદલતા રમત – ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી રમતોમાં અચાનક હલનચલન સાંધા માટે જોખમભર્યા છે.
  3. ખોટા પોઝ્ચર – પગ ક્રોસ કરીને બેસવું, ખોટી રીતે બેસવું કે ઊભા રહેવું સાંધા માટે નુકસાનકારક છે. સાચા પોઝ્ચરથી દુખાવામાં રાહત મળે છે.
  4. સીડીઓનો વધુ ઉપયોગ – સીડીઓ પર ચાલવાથી ઘૂંટણ પર દબાણ વધે છે. શક્ય હોય તો લિફ્ટનો ઉપયોગ કરો.
  5. હોટ કંપ્રેસનો ઉપયોગ – ગરમ પેકથી સોજો વધી શકે છે. ઠંડા પેક વધુ અસરકારક છે.

આ સમાચાર પણ વાંચો : Wall Sits: ફક્ત 15 વોલ સિટ્સથી પગ અને કોર મસલ્સ બનશે મજબૂત, જાણો આ સરળ કસરતના અદભૂત ફાયદા

શું કરવું જોઈએ?

  • હળવી કસરત – યોગા, તાઈ-ચી, વોકિંગ, સ્વિમિંગ જેવી કસરતો સાંધા માટે લાભદાયક છે.
  • સાચી ઊંઘ અને આરામ – વધુ આરામ નહીં, પણ સંતુલિત આરામ અને ગતિવિધી જરૂરી છે.
  • નિયમિત ચેકઅપ – ર્યુમેટોલોજિસ્ટ અથવા ફિઝિકલ થેરાપિસ્ટ સાથે સંપર્ક રાખવો.
  • સાચો ખોરાક – ઓમેગા-3 ફેટી એસિડ, લીલા શાકભાજી, દાળ, નટ્સ વગેરે ખાવા જોઈએ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More