News Continuous Bureau | Mumbai
Arthritis Treatment ઓસ્ટિયોઆર્થરાઈટિસ દુનિયાભરમાં લાખો લોકોને પ્રભાવિત કરે છે. હાડકાં વચ્ચે કુશનનું કામ કરતી ગાદી (Cartilage) જ્યારે ઘસાઈ જાય છે, ત્યારે અસહ્ય દુખાવો અને સોજો આવે છે. અત્યાર સુધી પેઈનકિલર અથવા ની-રિપ્લેસમેન્ટ સર્જરી જ તેનો ઉપાય ગણાતી હતી, પરંતુ સ્ટેનફોર્ડ મેડિસિનનો નવો અભ્યાસ આ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવવા જઈ રહ્યો છે.
શું છે આ નવી શોધ?
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે શરીરમાં રહેલું ’15-PGDH’ નામનું પ્રોટીન ઉંમર વધવાની સાથે કાર્ટિલેજને નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોએ એક એવું ઈન્જેક્શન (Inhibitor) તૈયાર કર્યું છે જે આ પ્રોટીનની ગતિવિધિને રોકી દે છે. ઉંદર પર કરવામાં આવેલા પ્રયોગમાં જોવા મળ્યું કે આ દવા આપ્યા બાદ ઘૂંટણની ગૂંદી (ગાદી), જે ઉંમરને કારણે પાતળી થઈ ગઈ હતી, તે ફરીથી જાડી અને સ્વસ્થ થવા લાગી.
ઈજા બાદ પણ આર્થરાઈટિસ થતો અટકાવી શકાશે
ઘણીવાર ઘૂંટણની ઈજા (જેમ કે ACL ટીયર) ના 10-20 વર્ષ પછી લોકોમાં આર્થરાઈટિસ થવાની શક્યતા 50% વધી જાય છે. આ સ્ટડી મુજબ, જો ઈજા બાદ આ નવી દવાનો ઉપયોગ કરવામાં આવે, તો આર્થરાઈટિસને શરૂ થતા જ રોકી શકાય છે. સંશોધકોએ જોયું કે આ ઈન્જેક્શન ખરાબ સેલ્સની સંખ્યા ઘટાડે છે અને હેલ્ધી સેલ્સની સંખ્યા વધારે છે.
માણસો પર પરીક્ષણના પરિણામો ઉત્સાહજનક
સીનિયર લેખિકા ના જણાવ્યા મુજબ, “અત્યાર સુધી એવી કોઈ દવા નહોતી જે કાર્ટિલેજને થયેલા નુકસાનને સીધી રીતે ઠીક કરી શકે. પરંતુ આ નવી શોધમાં કાર્ટિલેજનું જબરદસ્ત રિજનરેશન (ફરીથી બનવું) જોવા મળ્યું છે.” વૈજ્ઞાનિકોએ ઓપરેશન કરાવનારા દર્દીઓના ટિશ્યૂ પર પણ લેબમાં પરીક્ષણ કર્યું, જેમાં માત્ર એક જ અઠવાડિયામાં સકારાત્મક સુધારાના સંકેતો મળ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
સ્ટેમ સેલ વગર જ થશે ઈલાજ
આ શોધની સૌથી ખાસ વાત એ છે કે તે કોઈ બાહ્ય સ્ટેમ સેલ પર નિર્ભર નથી. તેના બદલે, તે શરીરના પોતાના કોષોને જ એવી રીતે રિપ્રોગ્રામ કરે છે કે તેઓ પોતે જ પોતાની મરમ્મત કરવા લાગે છે. આ પ્રક્રિયાથી સોજો ઓછો થાય છે અને સ્વસ્થ ટિશ્યૂના નિર્માણને વેગ મળે છે.
