News Continuous Bureau | Mumbai
Black Egg vs White Egg: આજકાલ લોકો આરોગ્ય માટે વધુ જાગૃત બન્યા છે અને પોષક ખોરાક પસંદ કરે છે. ઈંડા એ સૌથી લોકપ્રિય પ્રોટીન સ્રોત છે. હવે કાળા ઈંડા એટલે કે કડકનાથ ચિકનના ઈંડા ચર્ચામાં છે. આ ઈન સામાન્ય સફેદ ઈંડા કરતાં વધુ પોષક અને આરોગ્યદાયક માનવામાં આવે છે. તો શું ખરેખર કાળા ઈંડા વધુ પ્રોટીન ધરાવે છે? ચાલો જાણીએ.
કાળા ઈંડા શું છે?
કાળા ઈંડા કડકનાથ ચિકનના હોય છે, જે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. આ ચિકનના પાંખ, માંસ અને ઈંડા બધું જ કાળું હોય છે. આ ઈંડા ઓછી ચરબી, ઓછું કોલેસ્ટ્રોલ અને વધુ પ્રોટીન ધરાવે છે.100 ગ્રામ કાળા ઈંડા માં લગભગ 15.6 ગ્રામ પ્રોટીન, 1 ગ્રામ ફેટ અને 180 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે. જ્યારે સામાન્ય સફેદ ઈંડા માં 6.5 ગ્રામ પ્રોટીન, 5.8 ગ્રામ ફેટ અને 372 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે. એટલે કે કાળા ઈંડા ખાસ કરીને જિમ કરનારા અને વજન નિયંત્રણ રાખનારા માટે શ્રેષ્ઠ છે.
આ સમાચાર પણ વાંચો : Stroke Risk : 45 પછી મહિલાઓ રહે સતર્ક! મેનોપોઝ પછી 1.6 ગણા વધી જાય છે સ્ટ્રોકનો ખતરો
કાળું કે સફેદ – ક્યુ વધુ ફાયદાકારક?
કાળા ઈંડા વધુ પોષક તત્વો ધરાવે છે – વિટામિન, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને અમિનો એસિડ્સ. તે ઇમ્યુનિટી, હૃદયની તંદુરસ્તી અને પાચન માટે લાભદાયક છે. જોકે, તેની કિંમત વધુ હોય છે અને દરેક જગ્યાએ સરળતાથી મળતા નથી. જો તમે રોજિંદા ઉપયોગ માટે સસ્તું વિકલ્પ શોધી રહ્યા છો, તો સફેદ ઈંડા પણ ઉત્તમ છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)