News Continuous Bureau | Mumbai
Cancer Risk: ઘરનું રસોડું જ્યાં આરોગ્યપ્રદ ભોજન બને છે, ત્યાં જ કેટલીક એવી વસ્તુઓ છુપાયેલી હોય છે જે લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીનું કારણ બની શકે છે. એક્સપર્ટ ડોકટર ના જણાવ્યા મુજબ, કેટલીક સામાન્ય રસોડાની વસ્તુઓ જેમ કે નોન-સ્ટિક વાસણ, એલ્યુમિનિયમ વાસણ અને પ્લાસ્ટિક કન્ટેનર કેન્સરનું જોખમ વધારી શકે છે.
પ્રોસેસ્ડ ફૂડ અને તળેલા ખોરાક
પેકેજ્ડ નૂડલ્સ, કેક મિક્સ અને અન્ય પ્રોસેસ્ડ ફૂડમાં રહેલા કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સ લાંબા ગાળે શરીરમાં ઝેર ફેલાવી શકે છે. વધુ તળેલો ખોરાક એક્રાઇલામાઇડ (Acrylamide) પેદા કરે છે, જે કેન્સરનું કારણ બની શકે છે. તાજો અને ઘરેલું ખોરાક પસંદ કરવો વધુ સુરક્ષિત છે.
પ્લાસ્ટિક કન્ટેનરમાં ખોરાક સ્ટોર કરવો
પ્લાસ્ટિક કન્ટેનરમાં રહેલા BPA અને ફ્થાલેટ્સ (Phthalates) ગરમ ખોરાક સાથે ક્રિયા કરીને ખોરાકમાં મિશ્રિત થાય છે. આ કેમિકલ્સ હોર્મોનલ અસંતુલન અને કેન્સરનું જોખમ ઊભું કરે છે. કાચ અથવા સ્ટેનલેસ સ્ટીલના વાસણ વધુ સુરક્ષિત વિકલ્પ છે.
આ સમાચાર પણ વાંચો : Over-Exercising: વધુ એક્સરસાઈઝથી વધે છે હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટ નું જોખમ, બાબા રામદેવ પાસેથી જાણો કુદરતી રીતે વજન ઘટાડવાના ઉપાય
રંગીન પેકેજ્ડ ફૂડ (Colored Packaged Food) અને ડ્રિંક્સ
પેકેજ્ડ ફૂડમાં રંગ અને સ્વાદ વધારવા માટે વપરાતા કૃત્રિમ રંગો (Artificial Colors) શરીરના સેલ્સ પર અસર કરે છે. રેડ 40, યેલો 5 જેવા રંગો DNA ડેમેજ અને કોલોન કેન્સર (Colon Cancer) સાથે જોડાયેલા છે. તાજા ફળ અને હર્બલ ડ્રિંક્સ વધુ આરોગ્યપ્રદ વિકલ્પ છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)