News Continuous Bureau | Mumbai
CAR-T cell therapy Cancer:ભારતના તામિલનાડુ સ્થિત ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (CMC) વેલ્લોર અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) દ્વારા વિકસિત CAR-T થેરાપી “વેલકાર્ટી” (Velcarti) એ કેન્સર સારવારમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. માત્ર 9 દિવસમાં CAR-T કોષો તૈયાર કરીને દર્દીઓને આપવામાં આવ્યા અને 80% દર્દીઓ 15 મહિના પછી પણ કેન્સર મુક્ત રહ્યા છે.
CAR-T cell therapy Cancer: CAR-T થેરાપીથી Acute Leukemia અને Lymphoma પર વિજય
આ ક્લિનિકલ ટ્રાયલમાં CAR-T કોષોનો ઉપયોગ Acute Lymphoblastic Leukemia (ALL) અને Large B-cell Lymphoma (LBCL) જેવા બ્લડ કેન્સર પર કરવામાં આવ્યો. દર્દીના પોતાના T-Cells ને લેબમાં ફેરવીને કેન્સર સામે લડવા માટે તૈયાર કરવામાં આવ્યા. આ કોષો પછીથી દર્દીના શરીરમાં પાછા દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમણે કેન્સર કોષોને નષ્ટ કર્યા.
CAR-T cell therapy Cancer:ખર્ચમાં ઘટાડો અને ઝડપથી સારવાર: CAR-T હવે ભારત માટે શક્ય
આંતરરાષ્ટ્રીય CAR-T થેરાપીનો ખર્ચ 3-4 કરોડ રૂપિયા સુધી હોય છે, જ્યારે વેલકાર્ટી મોડેલે તેને 90% સુધી સસ્તું બનાવી દીધું છે. વૈશ્વિક સ્તરે CAR-T થેરાપી માટે 40 દિવસનો સમય લાગે છે, જ્યારે ભારતીય મોડેલમાં માત્ર 9 દિવસમાં કોષો તૈયાર થઈ જાય છે. આથી, હવે સામાન્ય દર્દીઓ માટે પણ CAR-T થેરાપી શક્ય બની છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Weather Updates : મુંબઈમાં યલો એલર્ટ! આજથી 3 દિવસ તોફાની વરસાદની આગાહી; જાણો આજે હવામાન કેવું રહેશે?
CAR-T cell therapy Cancer: વૈજ્ઞાનિકો અને સંસ્થાઓનો સહયોગ
આ સફળતા પાછળ CMC વેલ્લોરના ડૉક્ટરો અને ICMRના વૈજ્ઞાનિકોનો મોટો ફાળો છે. Molecular Therapy Oncology જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસે CAR-T થેરાપી માટે ભારતને વૈશ્વિક મંચ પર આગેવાન બનાવી દીધું છે. અગાઉ NexCAR19 CAR-T થેરાપી IIT બોમ્બે અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ દ્વારા વિકસાવવામાં આવી હતી, જેને પણ 73% સફળતા મળી હતી.