Cat Scratch Disease: બિલાડીના લાડ–પ્યારથી થઈ શકે છે કેટ સ્ક્રેચ ડિસીઝ, જાણો તેનાથી બચવાના ઉપાયો

Cat Scratch Disease: બિલાડીના ખરોંચથી થતી બીમારી, લાલચટ્ટા ઘાવ, સોજો અને ફ્લૂ જેવા લક્ષણો, બચાવ માટે રાખો ખાસ કાળજી

by Zalak Parikh
Cat Scratch Disease: Too Much Affection Can Be Risky

News Continuous Bureau | Mumbai

Cat Scratch Disease: પાળતુ બિલાડી સાથે વધુ સમય વિતાવવાથી કેટ સ્ક્રેચ ડિસીઝ થવાની શક્યતા વધી જાય છે. બિલાડીના ખરોચ કે કરડવા થી થતી આ બીમારી બિલાડીની લાર માં રહેલા બેક્ટેરિયા ના કારણે થાય છે. ખાસ કરીને બિલાડીના પિસ્સૂ (Fleas) અને મળ માં રહેલા બેક્ટેરિયા આ બીમારી માટે જવાબદાર હોય છે

કેટ સ્ક્રેચ ડિસીઝના મુખ્ય લક્ષણો

આ બીમારીના લક્ષણોમાં ખરોંચ થયેલા ભાગમાં લાલચટ્ટા ઘાવ, સોજો, દુખાવો અને સમય સાથે વધતી તકલીફ જોવા મળે છે.

  • અંડરઆર્મ માં દુખાવો અને સોજો
  • ફ્લૂ (Flu) જેવા લક્ષણો જેમ કે થાક, તાવ, માથાનો દુખાવો
  • ખરોંચવાળા ભાગમાં પસ ભરેલા ફોલ્લા (Blisters)
    આ લક્ષણો સામાન્ય રીતે 3–10 દિવસમાં દેખાય છે.

કોણે રાખવી વધુ કાળજી?

  • જે લોકો બિલાડીના બાળકો (Kittens) સાથે વધુ સમય વિતાવે છે
  • ખરોંચ પછી તરત જ ઘાવ સાફ ન કરનારાઓ
  • ખુલ્લા ઘાવ સાથે બિલાડીના સંપર્કમાં રહેનારાઓ
    આ લોકોમાં કેટ સ્ક્રેચ ડિસીઝ થવાની શક્યતા વધુ હોય છે.

આ સમાચાર પણ વાંચો : Cat as Pet: ઘરમાં બિલાડી પાળતા પહેલા જાણો લો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ તેના ફાયદા અને નુકસાન

ટ્રીટમેન્ટ અને બચાવના ઉપાય

આ બીમારી સામાન્ય રીતે એન્ટીબાયોટિક્સ (Antibiotics)થી અથવા પોતે જ ઠીક થઈ જાય છે.

  • ડૉક્ટર દ્વારા સૂચવેલી દવાઓ લેવી
  • ઘાવને તરત સાફ કરવો
  • પાળતુ બિલાડીના રેબીઝ (Rabies) સહિત તમામ રસીકરણ (Vaccination) સમયસર કરાવવું
  • પિસ્સૂ (Fleas)ની સમસ્યા હોય તો વેટનરી ડૉક્ટરની સલાહ લેવી
  • પોતાનું ટેટનસ (Tetanus) બૂસ્ટર અપડેટ રાખવું

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More