Site icon

એલર્ટ / આ કુકિંગ ઓઈલ્સના સેવનથી વધે છે બેડ કોલેસ્ટ્રોલ, તરત ડાઈટથી કરો બહાર

ઓઈલી ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ, કારણ કે તેનાથી લોહીમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે અને પછી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિઝીસનું જોખમ વધી શકે છે.

Cooking oils which increases your Bad cholesterol

એલર્ટ / આ કુકિંગ ઓઈલ્સના સેવનથી વધે છે બેડ કોલેસ્ટ્રોલ, તરત ડાઈટથી કરો બહાર

News Continuous Bureau | Mumbai

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે જો તમારે સારું સ્વાસ્થ્ય જાળવવું હોય તો ઓઈલી ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ, કારણ કે તેનાથી લોહીમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે અને પછી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિઝીસનું જોખમ વધી શકે છે. એવું નથી કે તેલ ખાવું આપણા માટે ફાયદાકારક નથી. તે શરીરને આવશ્યક ફેટ પ્રદાન કરે છે અને સાથે જ સોલ્યુબલ વિટામિન્સના ઓબ્જર્વેશનમાં પણ મદદ કરે છે. જો કે એવા ઘણા ઓઈલ છે જે આપણા માટે જોખમ સમાન છે.

Join Our WhatsApp Community

શું છે એક્સપર્ટનો અભિપ્રાય ?

પ્રખ્યાત હોમિયોપેથિક ડૉક્ટર સ્મિતા ભોઈર પાટીલ (Dr. Smita Bhoir Patil) એ રિફાઈન્ડ તેલના સેવનના જોખમ વિશે ચેતવણી આપી છે. સસ્તો હોવાને કારણે, ઘણા લોકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે મોંઘું હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો:  ચહેરાના ખીલ મિનિટોમાં દૂર થશે, ફુદીનાના પાનનો આ રીતે ઉપયોગ કરો આવો જાણીએ કઈ રીતે

આ કુકિંગ ઓઈલનો સેવન કરી દો બંધ

રાઈસ બ્રાન ઓઈલ (Rice bran Oil)

સૂર્યમુખીનો તેલ (Sunflower Oil)

કૈનોલાનો તેલ (Canola Oil)

સોયાબીનનો તેલ (Soybean Oil)

મકાઈનો તેલ (Corn Oil)

રિફાઈન્ડ ઓઈલની જગ્યાએ આ તેલોનું કરો સેવન

શુદ્ધ ઘી

નારિયેળ તેલ

કોલ્ડ પ્રેસ

સરસવ તેલ

સીંગતેલ (Peanut Oil)

તલનું તેલ

આ સમાચાર પણ વાંચો:  શિયાળા સ્પેશિયલ: ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રીમી બ્રોકલી બદામ સૂપ, નોંધી લો બનાવવાની રેસીપી

શું ઓઈલ જરાય પણ નહીં ખાવું જોઈએ ?

એમાં કોઈ શંકા નથી કે સ્થૂળતા અને ખરાબ સ્વાસ્થ્યથી બચવા માટે તમારે તેલ ઓછું ખાવું જોઈએ, પરંતુ એનો અર્થ એ નથી કે તમે સંપૂર્ણપણે ઓઈલ ફ્રી ડાઈટ ખાવાનું શરૂ કરો. જો ઓમેગા 3 ફેટ શરીરમાં રહે છે, તો બ્રેન ડેવલોપમેન્ટ, હોર્મોન સિક્રીશન અને રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે.

ઉલ્લેખનીય છે કે અત્યારનું જીવન ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે. લોકો સમયની અછતના લીધે બહારનું ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. બહારના ખાવામાં તેલનું વપરાશ ખૂબ જ થાય છે અને રેસ્ટોરન્ટ ક્યા તેલનો ઉપયોગ કરે છે તે જાણકારી નથી હોતી. તેથી બની શકે તો ઘરે રાંધેલુ ખાવું જોઈએ અને ઓછું તેલ વાપરવું જોઈએ.

Cracking Fingers: શું આંગળીઓ ના ટચાકા ફોડવા થી થાય છે ગઠિયા? ડૉક્ટરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Health Insight: 21 દિવસ સુધી ઘઉંની રોટલી ન ખાવાથી શરીરમાં શું ફેરફાર આવે છે? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
Turmeric-Amla Water: આ રીતે પીવો હળદર-આમળાનું પાણી, વજન તો ઘટશે જ સાથે સાથે સાંધાના દુખાવામાં પણ આપશે રાહત
Sunflower Seeds: તમે પણ તમારા નાસ્તા માં સામેલ કરો એક મુઠ્ઠી સૂર્યમુખી બીજ, મળશે એવા ફાયદા કે આ આદત છોડવી નહીં ગમે!
Exit mobile version