COVID Sperm RNA Changes: કોરોના વાયરસથી બદલાઈ ગયા પુરુષ ના સ્પર્મ, સ્ટડી માં સંતાન ને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

COVID-19 Alters Sperm RNA in Mice, Raises Anxiety Risk in Offspring: Study Warns of Generational Impact

News Continuous Bureau | Mumbai

COVID Sperm RNA Changes: નેચર કોમ્યુનિકેશન માં પ્રકાશિત થયેલી એક નવી વૈજ્ઞાનિક સ્ટડીમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ પુરુષ ચાહલ માં COVID-19 સંક્રમણ પછી સ્પર્મ RNAમાં થયેલા ફેરફારોનું વિશ્લેષણ કર્યું. આ ફેરફારો સંતાનના મગજના વિકાસ અને વર્તન પર અસર કરે છે, ખાસ કરીને હિપ્પોકેમ્પસ વિસ્તારમાં, જે ભાવનાઓ અને ચિંતા નિયંત્રણ માટે જવાબદાર છે

સ્ટડી કેવી રીતે કરવામાં આવી?

  • પુરુષ ઉંદર ને SARS-CoV-2થી સંક્રમિત કરવામાં આવ્યા
  • સંક્રમણથી સાજા થયા પછી તેમને સ્વસ્થ ઉંદર સાથે જોડવામાં આવ્યા
  • તેમના સંતાનોમાં ચિંતા જેવી વર્તન સમસ્યાઓ જોવા મળી
  • RNA વિશ્લેષણમાં સ્પર્મમાં piRNAs અને microRNAsમાં ફેરફાર જોવા મળ્યો

એપિજેનેટિક ઇન્હેરિટન્સ અને મગજના વિકાસ પર અસર

  • DNA બદલાતા નથી, પણ RNA દ્વારા જિનની પ્રવૃત્તિ બદલાય છે
  • આ ફેરફારો એપિજેનેટિક ઇન્હેરિટન્સ દ્વારા આગળ વધે છે
  • ખાસ કરીને સ્ત્રી સંતાનમાં હિપ્પોકેમ્પસના જિન્સમાં મોટો ફેરફાર જોવા મળ્યો

આ સમાચાર પણ વાંચો : Cracking Fingers: શું આંગળીઓ ના ટચાકા ફોડવા થી થાય છે ગઠિયા? ડૉક્ટરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

માનવ પર અસર? શું ચિંતા કરવી જોઈએ?

હાલમાં આ સ્ટડી ઉંદર પર કરવામાં આવી છે. માનવ પર આવા અસરના પુરાવા હજુ મળ્યા નથી, પણ પ્રોફેસર એન્થોની હેનન કહે છે કે જો આ માનવ પર લાગુ પડે તો લાખો બાળકો અને તેમના પરિવાર પર આરોગ્યની મોટી અસર થઈ શકે છે

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)