News Continuous Bureau | Mumbai
Cracking Fingers: બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે “આંગળીઓ ના ટચાકા ફોડશો તો ગઠિયા થઈ જશે!” પણ તાજેતરના અભ્યાસો અને હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ વાતમાં કોઈ વૈજ્ઞાનિક સત્ય નથી. જૉન્સ હોપકિન્સ આર્થરાઇટિસ સેન્ટર અને અન્ય સંસ્થાઓના જણાવ્યા મુજબ, આંગળીઓ ના ટચાકા ફોડવા થી ગઠિયા થતું નથી.
ટચાકા ફોડતી વખતે અવાજ કેમ આવે?
જ્યારે આપણે આંગળીઓ ને વાળીએ છીએ ત્યારે જોડમાં નેગેટિવ પ્રેશર સર્જાય છે, જેના કારણે સિનોવિયલ ફ્લુઇડ (Synovial Fluid) માં રહેલા ગેસના બબૂકા ફાટી જાય છે. આ ફાટવાથી “પોપ” જેવો અવાજ આવે છે. એક જ આંગળી ફરીથી તરત ચટકાવી શકાય નહીં કારણ કે ગેસ ફરીથી મિક્સ થવામાં સમય લાગે છે.
શું ગઠિયા સાથે કોઈ સંબંધ છે?
- રિસર્ચ મુજબ, ટચાકા ફોડનાર અને ન ફોડનાર લોકોમાં ગઠિયાનો દર લગભગ સમાન છે
- એક ડોકટરે 50 વર્ષ સુધી માત્ર એક હાથની આંગળીઓ ના જ ટચાકા ફોડ્યા, પરિણામે કોઈ પણ હાથમાં ગઠિયાના લક્ષણો ન દેખાયા
- 2017ની સ્ટડીમાં પણ ટચાકા ફોડનાર અને ન ફોડનાર લોકોના હાથની કાર્યક્ષમતા સમાન રહી
આ સમાચાર પણ વાંચો : Health Insight: 21 દિવસ સુધી ઘઉંની રોટલી ન ખાવાથી શરીરમાં શું ફેરફાર આવે છે? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
ગઠિયા થવાનું સાચું કારણ શું છે?
- રૂમેટોઇડ આર્થરાઇટિસ: શરીરમાં ઇમ્યુન સિસ્ટમના કારણે સાંધામાં સોજો
- ઓસ્ટિઓઆર્થરાઇટિસ: ઉમર વધવાથી કે વધુ ઉપયોગથી સાંધાની ત્વચા ઘસાઈ જાય
- મોટાપો, ઉમર, અગાઉની ઈજાઓ, અને પરિવારિક ઇતિહાસ પણ જોખમ વધારતા કારણો છે
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
